આ દિવસે ભારતમાં લૉન્ચ થશે Mahindra XUV300, બુકિંગ થઈ ગયું છે શરૂ

મહિન્દ્રાએ તાજેતરમાં તેની નવી XUV300નું ટીઝર જાહેર કહ્યું હતું. હવે ભારતમાં તેના લૉચિંગની તારીખ પણ આવી છે. મહિન્દ્રા આ નવી XUV ભારતમાં 15 મી ફેબ્રુઆરીએ લૉન્ચ કરશે. કંપનીની નવી SUV XUV300 Ssangyong Tivoli પર આધારિત છે. પ્રોડક્શન સ્પેક મોડલની વધુ તસ્વીરો આ મહિનાની શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી. આ સંબંધમાં અમે કેટલાક ડીલર્સ સાથે વાત કરી છે જેમાં તેમના બાજુથી માહિતી આપવામાં આવી છે કે નવી એસયુવીનું બુકિંગ શરૂ થયું છે.

બુકિંગ અકાઉન્ટ 7 હજાર રૂપિયાથી 20 હજાર રૂપિયા સુધી અલગ અલગ લોકેસનના હિસાબથી લેવામાં આવી રહ્યું છે. મહિન્દ્રા XUV300માં Tivoli ના X100 પ્લેટફોર્મના મોડિફાઇડ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિઝાઇનની વાત કરો તો XUV300 તિવોલી જુદું જુદું દેખાય છે. જોકે નવું એસયુવીનું ડિઝાઇન XUV500 થી મળતું આવે છે. મળેલ માહિતી મુજબ 2.6-મીટર લાંબી વ્હીલબેસ હોવાની આ 5-સિટર કોમ્પેક્ટ એસયુવી ખૂબ જ આરામદાયક અને પૂરતી જગ્યા ધરાવતી હશે.

એન્જિન સ્પેસિફિકેશન્સની વાત કરવામાં આવે તો નવી એસયુવીમાં 1.5-લિટર ડીઝલ યુનિટ આપવામાં આવી શકે છે. જે આ વર્ષે લૉન્ચ થયેલ Marazzo MPV માં આપવામાં આવ્યું હતું. આ ડીઝલ એન્જિન 121bhp નો પાવર અને 320Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. જો કે XUV300 નું પાવર આઉટપુટ ઓછું હોઈ શકે છે. બની શકે કે નવી એસયુવી 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે પણ આવી શકે છે. અહીં બન્ને એન્જિનમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપી શકાય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter