GSTV

15 ઓગસ્ટે દર્શન અને 2 ઓક્ટોબરે લોન્ચિંગ: જાણો શા માટે ખરીદવી જોઈએ મહિન્દ્રાની SUV કાર

15 ઓગસ્ટ એટલે આઝાદીની વર્ષગાંઠ, 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ. આ વખતે પ્રમુખ ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમ એન્ડ એમ) માટે આ બંને દિવસો ખૂબ જ ખાસ છે. કંપનીએ 15 ઓગસ્ટના પ્રસંગે તેની લોકપ્રિય SUV કારનું નવું સંસ્કરણ જાહેર કર્યું છે અને 2 ઓક્ટોબરના રોજ કારનું લોન્ચ કરવાની યોજના છે. તે જ દિવસથી કારનું પ્રી બુકિંગ શરૂ થશે.
સૌથી મહત્વની વાત એ છે કે આ કારની ડિઝાઇન ભારતમાં બનાવવામાં આવી છે અને તેનું ઉત્પાદન નાસિક પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે. નવા કારના ભાવ અંગે કંપનીએ કંઇ કહ્યું નથી.

કારમાં સુવિધાઓ

લક્ઝરી એસયુવી કાર બીએસ -6 ધોરણોને અનુરૂપ છે અને નવા દેખાવ સાથે બનાવવામાં આવી છે.
આમાં, ટ્રેક વધારીને 1,820 મીમી કરવામાં આવ્યો છે. આનો અર્થ એ કે હવે કારની અંદર વધુ જગ્યા મળશે. સલામતી માટે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, રિવર પાર્કિંગ સેન્સર, સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ડીઝલ વેરિઅન્ટમાં 2.2-લિટર એન્જિન

આ ગાડી પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેનમાં છ સ્પીડ મેન્યુઅલ અને સ્વચાલિત ટ્રાન્સમિશનથી સજ્જ છે. ડીઝલ વેરિઅન્ટમાં 2.2-લિટર એન્જિન છે, જ્યારે પેટ્રોલ વર્ઝન નવા બે-લિટર પાવરટ્રેન સાથે ઉપલબ્ધ છે. ડીઝલ એન્જિન 120 હોર્સપાવર ઉત્પન્ન કરશે, જ્યારે પેટ્રોલ એન્જિન 150 હોર્સપાવર ઉત્પન્ન કરશે. એમ એન્ડ એમના મેનેજિંગ ડિરેક્ટર પવન ગોએન્કાએ કહ્યું કે આ મોડેલની રચના ભારતમાં કરવામાં આવી છે અને વાહનના ઉપયોગમાં લેવાતા મોટાભાગના ઘટકો સ્થાનિક રીતે બનાવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

બિહાર ઈલેક્શન: Corona દર્દીઓ પણ આપી શકશે વોટ, એક કલાક સુધી વધારવામાં આવી સમય મર્યાદા

Arohi

ફીનું ભારણ/ વાલી મંડળની બેઠક બાદ સરકાર જાહેર કરી શકે છે મહત્વનો નિર્ણય, શિક્ષણ મંત્રી સાથે યોજાશે મહત્વની બેઠક

pratik shah

Google Pay તમારા માટે લાવશે આ નવુ ફીચર, UPI ઉપરાંત મળશે આ પેમેન્ટ ઓપ્શન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!