GSTV

Mahindra Thar : માગમાં થયો જબરજસ્ત વધારો, માત્ર 4 દિવસમાં બુકીંગનો બનાવ્યો રેકોર્ડ

Last Updated on October 8, 2020 by pratik shah

વિતેલી 2 ઓક્ટોબરના રોજ દેશની જાણીતી ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ નવી એસયૂવી થાર લોન્ચ કરી હતી. લોન્ચિંગના માત્ર ચાર દિવસમાં થારના 9 હજાર બુકીંગ મળી ગયા છે. આ જાણકારી કંપનીએ આપી છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તરફથી દેવામાં આવેલી જાણકારી પ્રમાણે પહેલા ચરણમાં દેશના 18 શહેરોમાં જ થારની બુકિંગ શરૂ થઈ છે. માત્ર 18 શહેરોમાં હોવા છતા પણ થારની માગ વધારે છે. આ 18 શહેરોમાં એસયુવી થારની ટેસ્ટ ડ્રાઈવિંગ અને ડેમો પ્રદર્શનની સુવિધા ઉપલબ્ધ છે.

કંપનીના ઓટોમોટિવ ડિવીઝનના સીઈઓ વીજે નાકરે કહ્યું કે, એસયૂવી માટે ટેસ્ટ ડ્રાઈવની સુવિધા માત્ર 18 શહેરોમાં જ ઉપલબ્ધ છે. છતા પણ નવી થારને લોન્ચ કર્યાં બાદથી અત્યારસુધીમાં 9000 બુકીંગ પ્રાપ્ત કરી છે. આ આ વર્ગના વાહન મામલે વધારે છે.

મહિન્દ્રાએ પોતાની નવી થારની કિંમત 9.38 લાખ રૂપિયાથી લઈને 13.75 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે. કંપનીના નવા થારના બે મોડલ એએક્સ અને એલએક્સમાં ઉતારી છે. તેમાં પેટ્રોલ અને ડીઝલ બંને રીતના પાવરટ્રેનનો વિકલ્પ ઉપલબ્ધ છે.

એસયૂવીની ડિઝાઈન અને એન્જીનીયરીંગ સમગ્ર રીતે ભારતમાં કરવામાં આવી છે. તેને કંપનીના નાસિક પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવે છે. તો એક નવેમ્બરથી થારની ડિલીવરી શરૂ થશે.

Related posts

સાચવજો / રાજ્યના આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો, એક જ દિવસમાં મળી આવ્યાં તાવના 536 દર્દીઓ

Dhruv Brahmbhatt

પાકિસ્તાન/મસ્જિદમાંથી પાણી ભરવા મુદ્દે હિન્દુ પરિવાર પર અમાનવીય ત્રાસ, પોલીસે ફરિયાદ દાખલ ન કરી

Damini Patel

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!