મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ફની વિડિયો શેર કર્યો છે. આ વિડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હજારો લોકોએ આ વિડિયો શેર કર્યો છે. હકીકતમાં વિડિયોમાં એક યુવક કેળુ ખાઇને રસ્તા પર તેની છાલ ફેંકી દે છે, ત્વામાં બીજી બાજુથી આવતી એક યુવતીનો પગ કેળાની છાલ પર પડે છે. યુવતીના હાથમાં કક્ટસનો છોડ હતો, જો યુવકની ઉપર પડે છે, તે પછી તે ઘણી વાર સુધી કણસતો રહે છે.
#whataappwonderbox. Fell off my chair laughing!No better ad for Swacch Bharat. Govt of course can’t use a video with such ‘crude’ humour but think it’s ok for me (?) to share it?Should make some idiots think twice before littering.A good Sunday laugh serving a good cause! pic.twitter.com/T5Z13Gb0Sa
— anand mahindra (@anandmahindra) March 25, 2018
આ વિડિઓ પર આનંદ મહિન્દ્રાએ કમેન્ટ કરી છે કે હું હસતા હસતા પોતાની ખુરશી પરથી નીચે પડી ગયો. સ્વચ્છ ભારત માટે આનાથી સારી જાહેરાત ન થઇ શકે. જો કે સરકાર આ પ્રકારની વિડિયોનો ઉપયોગ ન કરી શકે. આ વિડિયો ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.