Mahindra and Mahindra Limited પોતાની કારોનાં ઘણા મોડલ્સ પર ભારે છૂટ આપી રહી છે. જો તમે નવા વર્ષે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો તો મહિન્દ્રાની કારો પર 2.90 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. દેશની ત્રીજા નંબરની કાર નિર્માતા કંપની મહિન્દ્રાની લાઈનઅપમાં ઘણી SUV (સ્પોર્ટસ યૂટિલિટી વ્હીકલ) અને MPV (મલ્ટી પર્પઝ યૂટિલિટી વ્હીકલ) હાજર છે. પહેલી એપ્રિલ 2020થી BS6 ઈંધણ ઉત્સર્જન માનાંકોનું પાલન અનિવાર્ય થઈ જશે. એવામાં તમામ કંપનીઓ પોતાની કારોમાં હાજર મોડલ્સ અને વેરિએન્ટસ ખરીદવા પર છૂટ આપી રહી છે. મહિન્દ્રા પણ પોતાની કારો ઉપર ભારે છૂટ આપી રહી છે.

Mahindra Bolero Power Plus
મહિન્દ્રાની બોલેરો પાવર પ્લસ ભારતમાં ઘણી લોકપ્રિય યૂટિલિટી વ્હીકલ છે. શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારમાં તેને ઘણી પસંદ કરવામાં આવે છે. મહિન્દ્રા પોતાની આ કારના 2019નાં મોડલ પર 20 હજાર રૂપિયા અને 2020નાં સ્ટોક પર 13 હજાર રૂપિયાની છૂટ આપી રહી છે.


Mahindra Thar
કંપની મહિન્દ્રા થારનાં 2019 અને 2020 બંનેનાં ABS મોડલ પર 13 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Mahindra XUV300
કંપની પોતાની આ SUV કારનાં W4 અને W6 વેરિએન્ટ પર 30,000 રૂપિયા અને W8 વેરિએન્ટ પર 40,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. સાથે જ કંપની કારનાં 2020નાં મોડલ પર 5 વર્ષની વોરંટી અને 5000 રૂપિયાની એસેસરીઝ ફ્રી આપી રહી છે.

Mahindra TUV300
મહિન્દ્રા પોતાની આ કોમ્પેક્ટ એસયુવીનાં 2019નાં મોડલ પર 40,000થી 63,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ વેરિએન્ટનાં આધાર પર અલગ-અલગ છે. કંપનીએ પાછલા વર્ષે આ કારનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યુ છે.

Mahindra KUV100 NXT
મહિન્દ્રા પોતાની આ કારનાં 2019 મોડલની ખરીદી પર 43 હજાર રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. 2020 મોડલ પર વેરિએન્ટનાં આધાર પર 17 હજાર રૂપિયાથી લઈને 38 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Mahindra Scorpio
મહિન્દ્રા પોતાની આ લોકપ્રિય SUV કારનાં S7,S9 અને S11 ટ્રિમ્સ પર 50,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જ્યારે 2020નાં મોડલ પર 15 હજાર રૂપિયાના કેશ ડિસ્કાઉન્ટની સાથે 14 હજાર રૂપિયાની એસેસરીઝ પણ ઓફર કરી રહી છે.

Mahindra Alturas
મહિન્દ્રા પોતાની આ પ્રીમિયમ કાર Alturus ખરીદવા પર સૌથી વધારે 2.90 લાખ રૂપિયાની રોકડ છૂટ આપી રહી છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો