GSTV

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

મહિંદા રાજપક્ષે ચોથી વખત શ્રીલંકાના વડાપ્રધાન બન્યા છે. કોલંબોના ઔતિહાસીક રાજામહા વિચાર્યા બૌદ્ધ મંદિરમાં 74 વર્ષિય મહિંદા રાજપક્ષેએ શપથ ગ્રહણ કર્યા છે.  તેમને તેમના નાના ભાઇ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ શપથ લેવડાવી હતી. મહિંદા પોતે પણ અગાઉ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે.

શપથવિધી બાદ રાષ્ટ્રપતિ ગોતબાયાએ પોતાના વડાપ્રધાન ભાઇના ચરણ સ્પર્શ પણ કર્યા.  અને વડાપ્રધાન બનવાની શુભકામના પાઠવી. શ્રીલંકામાં પાંચ ઓગષ્ટે સંસદીય ચૂંટણી યોજાઇ હતી..જેમાં રાજપક્ષેની પાર્ટી અને તેના સહયોગી દળોએ બે તૃતિયાંશ જેટલી બેઠકો પર જીત મેળવી.

મહિંદા રાજપક્ષેની પાર્ટીને ચીન તરફી ગણવામાં આવે છે. ત્યારે શ્રીલંકાના ચૂંટણી પરિણામો પર ચીન તરફથી પ્રતિક્રિયા પણ આવી. ચીને કહ્યું કહ્યું કે શ્રીલંકાની ચૂંટણીમાં રાજપક્ષે બ્રધર્સની પાર્ટી SLPPની જીતથી તે ખુશ છે. આશા છે કે તેઓ બંને દેશોના સંબંધોને નવો વિસ્તાર આપવાનો પ્રયાસ કરશે.

READ ALSO

Related posts

post officeની આ સ્કીમમાં રોકાણ કરશો તો થોડા સમયમાં જ રૂપિયા થઈ જશે ડબલ, ફાયદાનો સોદો છે

Dilip Patel

શહેરના પૂર્વ મેયર ગૌતમ શાહનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, SVPમાં હાલ સારવાર હેઠળ

pratik shah

સરકારી નોકરી: ભારતીય નૌસેનામાં 12મું પાસ માટે ઉત્તમ તક, અરજી કરવાની આ રહી સંપૂર્ણ વિગત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!