GSTV

શું મહિલાઓ છે સુરક્ષિત? ધારાસભ્ય ક્વાર્ટરમાં રહેતી યુવતીની છેડતી, ધારાસભ્ય જે.વી. કાકડીયા સાથે કામ કરતા યુવાને અડપલાં કર્યા

Last Updated on June 9, 2021 by pratik shah

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ વારંવાર કરવામાં આવે છે. પરંતુ પાટનગર ગાંધીનગરમાં સૌથી સુરક્ષિત ગણાતા ધારાસભ્યોના ક્વાર્ટરમાં જ બનેલી એક ઘટનાએ સરકારના દાવા સામે સવાલો ઉઠાવ્યા છે. અહીં કોંગી ધારાસભ્યના ક્વાર્ટરમાં રહેતી યુવતી સાથે ધારાસભ્ય જે.વી. કાકડીયા સાથે કામ કરતા યુવાને છેડતીનો પ્રયાસ કર્યો.

યુવાને એમએલએ ક્વાર્ટરમાં દારૂ પીને ધમાલ મચાવી યુવતીની છેડતી કરી

યુવાને એમએલએ ક્વાર્ટરમાં દારૂ પીને ધમાલ મચાવી યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ થયો છે. પીડિત યુવતીએ તેના રૂમમાં રહેલી અન્ય યુવતીઓને ઘટના વિશે જાણ કરી હતી. જે બાદ તમામ યુવતીઓએ સદસ્યતા નિવાસના ઇન્કવાયરી ઓફિસમાં જઇને ફરિયાદ કરી. જો કે યુવતીની ફરિયાદ બાદ ઇન્કવાયરીના અધિકારીઓએ યુવકને સમજાવ્યો. તેમજ યુવક સામે કડક પગલાં લેવાની ખાતરી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!