બાબરામાં આજે બુધવારી બજારમાં પેટિયું રળવા આવેલી મહિલાઓ પર અહીંના મહિલા પીએસઆઈએ સાદા ડ્રેસમાં આવીને એકાએક લાકડી ફટકારી દેતાં ભારે ચકચાર મચી ગઈ હતી. મહિલા ફોજદાર સ્ત્રીઓને લાકડી ફટકારતા હોવાનો વીડિયો પણ વાઇરલ થતાં પંથકમાં ભારે રોષની લાગણી જન્મી હતી. આ ઘટનાને લઈને ભારે વિરોધ ઊઠતાં છેવટે પોલીસવડાએ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ભારે વિરોધ ઊઠતાં છેવટે પોલીસવડાએ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું
સવારે શહેરના કાળુભાર નદી કાંઠા વિસ્તાર અને વોકર ઝોન સહિત બન્ને પુલ પર બજાર ભરાઈ હતી ત્યારે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી સ્ટાફે રોફ જમાવ્યો હતો. વેપારી વર્ગના ધંધારોજગાર અડચણરૂપ હોવાનું કહી સ્થળફેર કરાવ્યો હતો. રાજકોટ-ભાવનગર રોડ ઉપર વેપાર કરવા મોકલાયા બાદ ગણતરીની કલાકોમાં ત્યાંથી હટી જવા દમદાટી આપી હતી. પેટિયું રળવા આવેલા ગરીબ અને નાના વેપારી માટે ‘જાએ તો જાએ કહાં?’ તેવી સ્થિતિ સર્જાઈ હતી. એની વચ્ચે ત્યાં ગાયત્રી મંદિર નજીક એકઠી થયેલા મહિલાવર્ગ ઉપર સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ દિપીકા ચૌધરીએ સિવિલ ડ્રેસમાં આવી લાકડી વડે આડેધડ માર માર્યો હતો.
દિપીકા ચૌધરીએ સિવિલ ડ્રેસમાં આવી લાકડી વડે આડેધડ માર માર્યો
આ ઘટનાને પગલે ધારાસભ્યએ કલેક્ટરનો સંપર્ક સાધીને પીએસઆઈ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ કરી હતી. જેને પગલે એસપીએ તાત્કાલિક સસ્પેન્શનનો આદેશ જારી કર્યો હતો. દર બુધવારે ભરાતી બજારમાં ચોરી, ટ્રાફિક સમસ્યા, સોશ્યલ ડિસ્ટન્સના મુદ્દે અવારનવાર ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોવાથી ઘર્ષણ વધી રહ્યું હતું. અહીં સ્થાનિક અને બહારથી ૧૫૦ જેટલા વેપારીઓ પાથરણા, લારી, પલંગ પર સામાન્ય નાગરિકોને પોસાય એવા ભાવે જીવનજરૂરી ચીજવસ્તુઓ વેચે છે. ૫ હજાર જેટલા ગ્રાહકોની અવરજવર રહે છે.
READ ALSO
- સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો
- મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો
- ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ
- ના…ના…ચોંકતા નહીં: આ ઐશ્વર્યા રાય નથી, પણ પાકિસ્તાની યુવતી છે, તસ્વીરો જોઈ તમે પણ ખાઈ જશો ગોથા
- LIVE: ઝાલોદની ઘોડિયા પ્રાથમિક શાળામાં ઇવીએમ તૂટ્યું : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં