GSTV
Home » News » માહી એટલે માહી: વિરાટને એક સલાહ આપી જે જીતનું કારણ બની, નહીંતર કોહલી આ ભૂલ કરવાનો હતો

માહી એટલે માહી: વિરાટને એક સલાહ આપી જે જીતનું કારણ બની, નહીંતર કોહલી આ ભૂલ કરવાનો હતો

નાગપુર વન-ડેમાં માત્ર 250 રન થયાં હોવા છતાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી નાખી. ભારતે 8 રન સાથે આકર્ષક જીત મેળવી. આ વિજયમાં ટીમ ઇન્ડિયાની જીતમાં બોલરોની મહત્વપૂર્ણ ભૂમિકા હતી કે જેમણે ઓસ્ટ્રેલિયાને માત્ર 242 રન જ બનાવવા દીધા. એમાં કોહલી એક મોટી ભૂલ કરવાનો હતો પરંતુ ધોનીએ આમ નાનકડી પણ આમ મોટી સલાહ આપી કે જે જીત માટે કારણ બની હતી.

નાગપુરમાં રમાયેલી મેચ અત્યંત તણાવપૂર્ણ હતી. એક ભૂલ ટીમ ભારતને હરાવી શકતી હતી અને કેપ્ટન કોહલી કંઈક એવું જ કરવા જઇ રહ્યો હતો જે જીત્યા પછી તેનો ઉલ્લેખ કર્યો હતો.

વિરાટ કોહલીએ કહ્યું, “હું 46મી ઓવરમાં વિજયને બોલિંગ આપવાનું વિચારી રહ્યો હતો. આ માટે, મેં રોહિત અને ધોની સાથે વાત કરી પણ તેણે શમી અને બૂમરા પર વિશ્વાસ કરવાનું કહ્યું. તેમણે કહ્યું કે જો બૂમરા અને શમીને એક અથવા બે વિકેટ મળશે તો આપણે મેચ પર પ્રભૂત્વ મેળવી લેશું અને તે બરાબર રહેશે. ‘

Mahendra Singh Dhoni

ધોનીએ કહ્યું કે….

ધોનીના કહેવા પ્રમાણે વિરાટ કોહલીએ 46મી ઓવરમાં જસપ્રીત બૂમરાને બોલ આપ્યો. અને તેમણે નાઇલની વિકેટ લઈ લીધી. એનાં એક બોલ પછી તરત જ તેણે પૅટ કમિન્સને પણ આઉટ કરી નાખ્યો. ભારતને આ ઓવરમાં જ 2 વિકેટ મેળવી અને જીત માટે રસ્તો ખૂલી ગયો.

READ ALSO

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!