ગુજરાતમાં મહેસૂલી કચેરીઓમાં તપાસણીની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. ઇન્ટીગ્રેટેડ રેવન્યૂ ઇન્સપેકશન સિસ્ટમ કાર્યરત કરાતાં હવે મહેસૂલી પરવાનગી , હક્કપત્રકની નોંધો ઉપરાંત મહેસૂલી કેસની તપાસ ઓનલાઇન મોડયુલમાં કરવામાં આવશે. સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકારે મહેસૂલ વિભાગમાં તપાસની કામગીરીને ઓનલાઇન કરી છે. રાજ્યના ખેડૂતો , ઉદ્યોગ સાહસિકો અને સામાન્ય નાગરિકોની રોજબરોજની મહેસૂલી કામગીરીને લક્ષમાં રાખીને ટેકનોલોજીના માધ્યમથી સરળીકરણ અને પારદર્શિતા લાવવા મહેસૂલ વિભાગના સક્રિય પ્રયાસો રહ્યાં છે.

ઇ -ગર્વનન્સની અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી બિન ખેતી પરવાનગી, વારસાઇ નોંધ, બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરવાનગી, સુધારા હુકમ, જમીન માપણી સહિત કુલ 27 સેવાઓ ઓનલાઇન કરી સિંગલ વિન્ડો સિસ્ટમ યથાર્થ બનાવી છે. મહેસૂલ વિભાગે ડીજીટલ ગુજરાતના નિર્માણક્ષેત્રે એક નક્કર કદમ ભરી મહેસૂલ વિભાગની કામગીરીને વધુ સરળ બનાવી છે.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, ઇન્ટીગ્રેટેડ રેવન્યૂ ઇન્સપેકશન સિસ્ટમના માધ્યમથી હવે તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો ઉપરાંત મહેસૂલ કેસની તપાસ ઓનલાઇન કરવામાં આવશે. મહેસૂલી પ્રક્રિયા ખૂબ જ કાર્યક્ષમ રીતે થાય તે રીતે મહેસૂલ તપાસણી કમિશ્નર કચેરી દ્વારા તપાસ કરવામાં આવે છે. હવે ટેકનોલોજીના માધ્યમથી તપાસની પ્રક્રિયા પણ ઓનલાઇન કરવામાં આવશે જેથી સમય અને નાણાંની બચત થશે.

એટલું જ નહીં, ગુણવત્તાસભર તપાસ થશે. જે બાબતો માટે મહેસૂલી કચેરીઓની ભૌતિક તપાસ કરવાની હોય છે તે માટે ઇન્સપેકશન ટીમ જિલ્લા કચેરીએ જઇને તપાસ કરશે. મહેસૂલ મંત્રીની ઉપસ્થિતિમાં આજે ઇન્ટીગ્રેટેડ રેવન્યૂ ઇન્સ્પેકશન સિસ્ટમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
READ ALSO
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ
- કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે
- આવી ગઈ ઊડતી કાર, જાણો શું છે કિંમત, કેટલા લોકોએ કરાવી બુક
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ
- સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ