GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

આપમાંથી નારાજીનામું/ સેવા માટે ભાજપ ઓફર આપશે તો હું તૈયાર, ભાજપમાં જોડાવવાના મહેશ સવાણીએ આપ્યા સંકેત

ગુજરાતના કદાવર નેતા અને સુરતના બિઝનેસમેન મહેશ સવાણીનો આપમાંથી મોહભંગ થઈ ગયો છે. સેવાના નામે રાજીનામુ તો આપ્યું છે પણ ભાજપમાં જોડાવાના દરવાજા પણ ખુલ્લા રાખ્યા છે. આજે વિજય સુવાળાએ ભાજપમાં જોડાતા સમયે એની પાછળ લાઈનો લાગશે એમ કહેવાનો તાત્પર્ય હવે યથાર્થ ઠરતો હોવાના સંકેતો દેખાઈ રહ્યાં છે. ગુજરાત આપના નેતાઓનો મોહભંગ થઈ રહ્યો તેમ રાજીનામાનો દૌર શરૂ થયો છે. ગુજરાતમાં 24 કલાકમાં જ વિજય સુંવાળા પછી ગુજરાતના કદાવર નેતા મહેશ સાવાણીએ રાજીનામું ધરી દીધું છે. મહેશ સવાણીના રાજીનામાથી આપને મોટો ફટકો પડે તેમ છે. મહેશ સવાણીનું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારું એવું પ્રભુત્વ છે.

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ મહેશ સવાણીએ જગજાહેર કહ્યું હતું કે, જો ભાજપ પાર્ટી તેમને સેવા કરવાનો મોકો આપશે તો તેવો ભાજપમાં જોડાવા માટે તૈયાર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને તેમણે રાજીખુશીથી છોડી છે. તેમના પર કોઈનું દબાણ નથી. રાજીનામું આપતા પહેલા કોઈની સાથે વાત પણ નથી કરી. આ મારો પોતાનો નિર્ણય છે. જો કે, મારા પરિવારે તો મને રાજકારણ છોડવાની પણ સલાહ આપી છે.

  • લોક સેવા કરશે તે પાર્ટીમાં જોડાવવાના આપ્યા સંકેત
  • ભાજપમાં જોડાવવાના મહેશ સવાણીના સંકેત
  • રાજીખુશીથી આમ આદમી પાર્ટી છોડી
  • કોઈના દબાણમાં રહી શકે એવુ નખથી
  • સેવા માટે ભાજપ મોકો આપશે તો હું તૈયાર
  • મહેશ સાવાણીએ મહત્વનો લીધો નિર્ણય, કરશે સમાજ સેવા
  • રાજીનામા આપતા પહેલા કોઈની સાથે વાત નથી કરી
  • મારી સાથે કોઈ મીટિંગ નથી થઈ અને મારે કોઈ વાદ વિવાદ નથી

મહેશ સવાણીએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે, મને કોઈ સાથે વાદ વિવાદ નથી. મહેશ સવાણીએ ભાજપમાં જોડાઈ તેવા સંકેતો પણ આપી દીધા છે. જો કે, તેમણે કહ્યું છે કે, મારા પરિવારે મને રાજકારણ છોડવાની પણ સલાહ આપી છે. હાલમાં તો એવા ક્યાશ લગાવામાં આવી રહ્યા છે કે, મહેશ સવાણી ભાજપમાં જોડાઈ શકે છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, મને કોઈના પ્રત્યેથી કોઈ દબાણ નથી.

મહેશ સવાણી મૂળ તો સૌરાષ્ટ્રના છે, પણ બાપદાદાના જમાનાથી સુરતમાં સ્થાયી થયા છે. એ સુરતના મોટા બિઝનેસમેન છે. ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈએ હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી. આજે ડાયમંડ, એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી. સવાણી ગ્રૂપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે.

આશરે 2500 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા આ ગ્રૂપના એમડી તરીકે કામ કરી રહેલા મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે. જેઓ અનેક દીકરીઓના પાલક પિતા પણ છે. પાટીદાર અનામત આંદોલન વખતે રાજદ્રોહના ગુનામાં લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલને બહાર લાવવા માટે મહેશ સવાણીએ ભારે મહેનત કરી હતી. મહેશ સવાણીએ સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થીની કડીરૂપ ભૂમિકા ભજવીને હાર્દિકને જામીન પર છોડાવવા માટે સિંહફાળો આપ્યો હતો.

READ ALSO

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV