GSTV

ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડીયાના ભાઈ મહેશ કનોડીયાનું થયું દુ:ખદ નિધન-

ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભાના સાંસદ મહેશ કનોડીયાનું 83 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે તેઓ ફિલ્મના સુપરસ્ટાર નરેશ કોનડિયાના મોટાભાઈ હતા.ઉલ્લેખનીય છે કે મહેશ-નરેશની જોડી નામે તેમણે દેશ વિદેશમાં બહુજ મોટા કાર્યક્રમો આપ્યા હતા. આ બેલડી માંથઈ એક ભાઈનું નિધન થઈ જતા હવે ખંડિત થઈ છે. નોંધપાત્ર છે કે મહેશ કનોડિયાનું નિધન થતા પરિવારમાં શોકનો માહોલ છે. ત્યારે બીજી તરફ નરેશ કનોડિયા પણ હાલ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નરેશ કનોડિયા પણ હાલ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

નોંધનીય છે કે મહેશ-નરેશનમા નામે સંગીત કાર્યક્રમો આપ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી નરેશ કનોડિયા હોસ્પિટલમાં દાખલ છે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ યુએન મહેતામાં દાખલ છે.મહેશ કનોડિયાનો જન્મ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામા કનોડ ગામમાં થયો હતો. ચાર ભાઈ, ત્રણ બહેનો અને માતા પિતા સાથે એક ઓરડીમાં વસવાટ કરતા હતા.

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાની તબિયત લથડી છે. કોરોનાથી સંક્રમિત નરેશ કનોડિયાને અમદાવાદની  યુએન હોસ્પિટલમાં  દાખલ કરાયાં છે. કોરોનાને લીધે ફેફસામાં ઇન્ફેશન વધતાં કનોડિયાને વેન્ટિલેટર પર મૂકાયા છે.  ગુજરાતમાં કોરોના હજુય કાબુમાં આવી શક્યો નથી. રોજના એક હજારથી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસના ઘણાં ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યાં છે ત્યારે ગુજરાતી ફિલ્મ કલાકાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા પણ કોરોનાથી સંક્રમિત થયા છે જેના કારણે તેમને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયુટમાં દાખલ કરાયાં છે.

ફેફસામાં ઇન્ફેકશન વધુ થયુ છે

યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી આજે નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી છે. જેમાં તે ઓક્સિજન માસ્ક સાથે નજરે પડી રહ્યા છે. તો આ અંગે તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ એક તસવીર ટ્વીટર પર શેર કરીને નરેશ કનોડિયાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. નોંધનિય છે કે નરેશ કનોડિયા 125થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમા હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!