પત્નીની હત્યા અને પછી આત્મહત્યા, આવી કહાની તો મહેશ ભટ્ટ પણ ન લખી શકે

વડોદરાના ભાયલી ખાતે પૂર્વ પતિએ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરતા ચકચાર મચી છે. બંને વચ્ચે પંદર દિવસ અગાઉ છૂટાછેડા થઇ ગયા હતા. આમ છતાં તેઓ સાથે હતા. તેને લઇને સવાલો સર્જાયા છે. મૃતક રચના લગ્ન પ્રસંગમાં જતી હોવાથી તે સામાન પેક કરી રહી હતી. દરમિયાન આરોપી મનિષ આવ્યો અને બંને વચ્ચે માથાકૂટ થયા બાદ મનિષે રચનાના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની હત્યા નિપજાવી હતી. જે બાદ પોતે ગભરાઇ જઇને તેણે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter