GSTV
Home » News » 5-5 સાથે ફરી લીધા ફેરા! કેટલાય અફેર અને એકને તો બાળક, 29 વર્ષે બાળકને ખબર નથી કે મારા પિતાજી તો…

5-5 સાથે ફરી લીધા ફેરા! કેટલાય અફેર અને એકને તો બાળક, 29 વર્ષે બાળકને ખબર નથી કે મારા પિતાજી તો…

અહેવાલ અનુસાર મહેશ આનંદે પ્રથમ લગ્ન અભિનેત્રી રીના રોયની બહેન પરખા રોય સાથે કર્યા હતા. ત્યારબાદ તેના બીજા લગ્ન 1987માં મિસ ઇન્ડિયા ઈન્ટરનેશનલ એરિયા મારિયા ડિસોઝા સાથે થયા હતા. મારિયા સાથેના લગ્નજીવન દરમિયાન તેને એક પુત્રનો જન્મ પણ થયો હતો જેનું નામ ત્રિશૂલ આનંદ છે. ત્રિશૂલ આનંદ હવે 29 વર્ષનો થઈ ગયો છે.

ત્રિશૂલે પોતાનું નામ બદલી હવે એંથોની વોહરા કર્યું છે. આનંદના ત્રીજા લગ્ન 1992માં અભિનેત્રી મધુ મલ્હોત્રા સાથે થયા હતા. આ લગ્ન પણ કંઈ બહુ લાંબો સમય ટક્યા નહોતા. 2000ના વર્ષમાં આ ભાઈએ ચોથા લગ્ન કર્યા જેનું નામ ઉષા બાચાની હતું. ઉષા બાચાની પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનય ક્ષેત્રે સંકળાયેલી હતી. બે વર્ષના ટૂંકા સમયમાં જ આ લગ્નજીવન ભાંગી પડ્યું. ઉષાના સગર્ભા હોવાના સમાચાર પણ વહેતા થયા હતા. ત્યારબાદ આ અભિનેત્રીએ મહેશ ઉપર દારૂના નશામાં બળાત્કાર આચર્યાનો આરોપ પણ લગાવ્યો હતો અને છૂટાછૂડા લીધા હતા. થોડા સમય પહેલા આનંદ દ્વારા ફેસબુક ઉપર એક ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. આ ફોટામાં આનંદ એક મહિલા સાથે દેખાયો હતો. આ મહિલાને આનંદ દ્વારા પત્ની તરીકે ઓળખાવાઈ હતી.

સૂત્રોનું સાચુ માનીએ તો 2015માં મહેશે એક રશિયન સુંદરી લાના સાથે લગ્નજીવનમાં ડગ માંડ્યા હતા. મહેશ જાણીતી ફિલ્મી અભિનેત્રી કિમી કાટકર સાથે કોલેજમાં અભ્યાસ કરતો હતો. 1990ના સમયગાળામાં મહેશે રોડની એક તરફે સૂતેલા માણસો ઉપરથી ગાડી દોડાવી દીધી હતી. આ દુર્ઘટના પ્રકાશમાં આવતા મહેશ ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો. આ દુર્ઘટના અમિતાભ બચ્ચનના ઘરની સામે જ ઘટી હતી. કહેવાય છે કે, આ દુર્ઘટનાની કાયદાકીય ગૂંચમાં અમિતાભ બચ્ચન તેની મદદે આવ્યા હતા.

મહેશે પણ જીવનમાં તડકા-છાયડાનો સામનો કર્યો સારી પેઠે કર્યો હતો. એક સમય એવો પણ આવ્યો હતો કે 10 હજાર રૂપિયા માટે મહેશે પાર્ટટાઈમ જોબ સ્વીકારી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી લાંબો સમય દૂર રહેવા બાબતે એક પત્રકારના સવાલના પ્રત્યુત્તરમાં તેણે જણાવ્યુ હતું કે, આજે સ્ટંટમેનને સુરક્ષા પૂરી પાડતા સાધનો ખૂબ સારી પેઠે છે. આવા સાધનો મારા સમયમાં નહોતા.

એક સ્ટંટ દરમિયાન હું ગંભીર રીતે ઘવાયો હતો અને લગભગ 6 મહિના સુધી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી. મારું વજન આ દરમિયાન 38 કિલો જેટલું ઘટી ગયું હતું અને મારા હાડકા બહુ નબળા પડી ગયા હતા. આ સમય મારા માટે બહુ કપરો હતો હું ખૂબ એકલવાયો થઈ ગયો હતો. મહેશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે- હું મારા દિકરા ત્રિશૂલને યાદ કરીને જીવન પસાર કરી રહ્યો છું. મારા દિકરા ત્રિશૂલને એ પણ ખબર નથી કે, હું તેનો પિતા છું. એ જ્યારે માત્ર નવ મહિનાનો હતો ત્યારે અમે જુદા પડ્યા હતા. ત્યારબાદ હું મારા દિકરાને પિતા તરીકે મળી શક્યો નથી, હું મારા દિકરાને ખૂબ પ્રેમ કરું છું, ત્રિશૂલ મારા દિલમાં વસે છે.

READ ALSO

Related posts

બારડોલીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Nilesh Jethva

BSNLના નવા પ્રીપેડ પ્લાનમાં મળી રહ્યો છે 168GB ડેટા, જાણો તેની વિગતો

Mansi Patel

ગુજરાતના આ ગામના લોકો છેલ્લા પાંચ દિવસથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!