GSTV
Home » News » મહેસાણાનો યુવાન 8 હજાર કિ.મી. બાઇક ચલાવી લેહ-લદ્દાખ જશે

મહેસાણાનો યુવાન 8 હજાર કિ.મી. બાઇક ચલાવી લેહ-લદ્દાખ જશે

આમ તો આજકાલ માતાપિતા તેમના વ્હાલસોયા સંતાનોને હેવી પીકઅપના વાહનો આપતા ડરતા હોય છે. પરંતુ મહેસાણામાં રહેતો મોદી પરિવાર તેના દિકરાના આ શોખને પૂરો કરી રહ્યો છે. વિશાલ મોદીની ઇચ્છા છે કે તે બાઇક પર ભારત ભ્રમણ કરે. જે ઇચ્છાની મોદી પરિવારે વિશાલને પરવાનગી આપી છે.

આ છે 24 વર્ષીય તરવરાટ ધરાવતો વિશાલ. તે બાઇક પ્રેમી છે. અને બાઇક પર ફરવાનો ખૂબ જ શોખ ધરાવે છે. જેથી તેણે આ ઉનાળું વેકેશન પર બાઇક પર જ ભારત ભ્રમણ કરવાનો વિચાર કર્યો. જે વાતની તેના માતાપિતાએ પરવાનગી આપી છે.

આ યુવાન મહેસાણાથી લેહ લદાખ સુધી બાઇક પર જશે. વિશાલની 60 દિવસની આ ટુરમાં કુલ 8 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડવાનો છે. અને આ પ્રવાસ દરમિયાન કોઇ તકલીફ ન પડે તે માટે વિશાલે તેની બાઇકમાં લેટેસ્ટ જીપીએસ ટેક્નોલોજી સાથે ટુલ્સ પણ સાથે રાખ્યા છે જેથી રસ્તામાં કોઇ તકલીફ ન પડે.

વિશાલ ભૂતકાળમાં ભારતના બે છેડાનો પ્રવાસ આજ બાઇક પર ખેડી ચૂક્યો છે. ત્યારે હવે તે ઉત્તર ભારત જઇ રહ્યો છે. જ્યારે વિશાલની દરેક મુવમેન્ટ પર તેના માતા પિતા ઘરે બેસીને જ જીપીએસ સિસ્ટમથી નજર રાખી શકશે. આમ વિશાલને લઇને માતાપિતા પણ નિશ્ચિંત બન્યા છે.

Related posts

રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષી નેતાએ સ્ટોર વિભગામાં રેડ કરી, આવુ કાંઇક મળી આવતા આશ્ચર્ય!

Riyaz Parmar

બની રહી છે નદીમાં તરતી હોટલ, 2020 માટે અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે લોકો

Mansi Patel

કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટના, રાજ્ય સરકાર સફાળી જાગી તમામ મેળામાં થશે કડક તપાસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!