GSTV
Home » News » મહેસાણાના થોળ રોડ ઉ૫ર બાઇક ચાલક બે યુવાનોને આંતરી રૂ.36 લાખની લૂંટ

મહેસાણાના થોળ રોડ ઉ૫ર બાઇક ચાલક બે યુવાનોને આંતરી રૂ.36 લાખની લૂંટ

મહેસાણાના કડીના બોરીસણા ગામે આવેલી અક્ષીતા કોટન ઈન્ડસ્ટ્રીઝમાંથી કપાસની દલાલી કરતા બે યુવકોને સોમવારે સાંજના બાઈક પર થેલામાં મુકેલ રૂ.36 લાખની રોકડ લઈને કડી આવતા હતા. ત્યારે થોળ રોડ પર કેનાલના બ્રિજ પર ઈકો ગાડીમાં આવેલા ચાર બુકાનીધારી શખસોએ બાઈકને ટક્કર મારી હતી અને ગાડીમાંથી તલવાર સાથે નીચે ઉતરેલા ત્રણ શખસો રૂ.36 લાખ ભરેલો થેલો ઝુંટવી ફરાર થઈ ગાય હતા. આ ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે આ બનાવ ના પગલે આજે તપાસ નો દોર લંબાયો હતો અને ડી.આઈ.જી સહિત ના આલા અધિકારી ઓના કડી માં ધામા થવા ગયા હતા.

મહેસાણા જિલા ના કડી માં કપાસ નો મસ મોટો વેપાર થયા છે સોના ની દાદી તરીકે જાણીતો આ કડી તાલુકા મોટા ભાગ ની જીનીગ મિલ માં મસ મોટો વેપાર થવા જાય છે તે તક નો લાભ લુટારુ ઓં એ લીધો હતો. કડી હાઈવે પર સ્વસ્તિક ચેમ્બરમાં આવેલ દેવીકૃપા બ્રોકર્સના પરેશ બાપુએ કડી-થોળ રોડ પર બોરીસણા ગામની સીમમાં આવેલી અક્ષીતા કોટન ઈન્ડસ્ટ્રીઝમાં કપાસ વેચ્યો હતો અને સોમવારે સાંજે કપાસની ગાડીનું પેમેન્ટ લેવા માટે દેવીકૃપા બ્રોકર્સના બે કર્મીઓ નામે જતીન જ્યોતિન્દ્ર ભાઈ પટેલ અને ધર્મેન્દ્ર ભાયચંદભાઈ પટેલ બાઇક લઈને પેમેન્ટ લેવા ગયા હતા. કોટન ઈન્ડસ્ટ્રીઝમાંથી સાંજના ૬ વાગે જતીન અને ધર્મેન્દ્ર એક ખાખી થેલામાં રૂ.36,34,000 ભરીને બીજો કાળો થેલો ખાલી લઈ બાઈક પર ઓફિસે આવવા નીકળ્યા હતા તેઓ કડી-થોળ રોડ પર સિદ્ધેશ્વરી માતાજી મંદિર નજીક કેનાલના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સફેદ રંગની નંબર પ્લેટ વિનાની ઈકો ગાડીમાં સવાર ચાર બુકાનીધારી શખસોએ બાઈકને ટક્કર મારી હતી. જેમાં જતીન રોડની બાજુમાં લોખંડના થાંભલે ભટકાયો હતો, જ્યારે ધર્મેન્દ્ર રોડ પર પડી જતાં ગાડીમાંથી તલવાર સાથે ત્રણ બુકાનીધારી શખસો ઉતર્યા હતા અને ધર્મેન્દ્રના હાથમાંથી પૈસા ભરેલો થેલો ઝૂંટવી ગાડી લઇ ફરાર થઈ ગયા હતા. જ્યારે હાલ માં પોલીસ આધિકારી ની જુદી જુદી ટીમો આ લુટ નો ભેદ ઉકેલવા માટે મથામણ કરી રહી છે.

જ્યારે જતીનને માથા તથા હાથના ભાગે અને ધર્મેન્દ્રને હાથે પગે ઈજા થતાં કડીની ભાગ્યોદયમાં ખસેડ્યા હતા.અને ત્યાર બાદ તેમણે વધુ સારવાર માટે અમદવાદ લઈ જવા માં આવ્યા છે. તેમણે ફોનથી બ્રોકર્સને જાણ કરતાં અન્ય કર્મીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ગાડીનો પીછો પણ કર્યો હતો પરંતુ નંબર પ્લેટ વગરની ઈકો ગાડી કરણનગર રોડ બાયપાસથી નીકળી ગઇ હતી. હાલ માં કડી પોલીસ સહિત જિલા ની પોલીસ ટીમો હાલ માં સિ.સિ.ટીવી તપાસી શરુ કરી છે. અને લાગતા વળગતા આરોપી સહિત કાર અને મોબાઈલ લોકેશન ના આધારે તપાસ કરતા આરોપી જેલ હવાલે થશે તેમ પોલીસ માની રહી છે જ્યારે આ ચકચારી લુટ ના પગલે હાલ માં વેપારી આલમ માં ચોક્કસ ભય તો ફેલાઈજ ગયો છે તેમ કહીએ તો નવાઈ નહી.

 

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!