GSTV
Gujarat Government Advertisement

મહેસાણામાં Corona કેસોની સંખ્યામાં ચિંતાનજક વધારો, પોલીસકર્મી સહિતના લોકોની તપાસ શરૂ

Corona

Last Updated on May 14, 2020 by Arohi

મહેસાણા જિલ્લામાં કોરોના (Corona) પોઝીટીવ કેસોની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. ગુરુવારે લાંઘણજ પોલીસ મથકમાં લોકઅપમાં રાખવામાં આવેલી પાંચ આરોપીઓ અને છઠીયારડાના એક યુવાન સહિત જિલ્લામાં કોરોના પોઝીટીવ વધુ છ કેસો સામે આવ્યા છે. આરોગ્યની ટીમ દ્વારા લાંઘણજ પોલીસ મથક તેમજ ચલુવા ગામમાં સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા પોલીસ કર્મચારીઓ સહિતના લોકોની તપાસ શરૂ કરાઈ છે.

બે વ્યક્તિની ધરપકડ

લાંઘણજ પોલીસ દ્વારા મહેસાણા તાલુકાના ધાધુસણ ગામ નજીક આવેલા એલ એન્ડરી કંપનીના સ્ટોર ઉપર અગાઉ થયેલી ચોરીના ગુનામાં તા.૧૦-૫-૨૦૨૦ના રોજ આંશીક હેમતાજી ઠાકોર સહિત ૭ આરોપીઓની જ્યારે ચલુવા ગામમાં થયેલ મારામારીના કેસમાં તા.૧૧-૫-૨૦૨૦ના રોજ ભરત વસમાજી ઠાકોર સહિત બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

આ તમામ આરોપીઓની તપાસ દરમિયાન કોરોના અંગેના સેમ્પલ બુધવારે લેવામાં આવ્યા હતા. જેનો ગુરુવારે પોઝીટીવ આવતાં હડકંપ મચી ગયો છે. આ ઉપરાંત છઠીયારડાના ઉમરાવખાન મહેબુબખાન બેલીમ (૪૯) પણ કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવતાં તેઓનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આમ, મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણનો વ્યાપ ઉત્તરોત્તર વધી રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર જ દિવસમાં ૨૧ પોઝીટીવ કેસો નોંધાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગયો છે.

7 આરોપીઓને એક જ લોકઅપમાં રખાયા હતા

ચોરી અને મારામારીના જુદા જુદા બે કેસોમાં ધરપકડ કરવામાં આવેલા ૭ આરોપીઓને લાંઘણજ પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને ચેપ.

મહેસાણાના પોઝીટીવ દર્દીની યાદી

૧. આશિક હેમતાજી ઠાકોર(૨), ધાધુસણા

૨. સુરેશ કાળાજી ઠાકોર (૨૧), ધાધુસણા

૩. ભરત નાથુજી ઠાકોર (૨૯), ધાધુસણા

૪. શિવાજી બાબુજી ઠાકોર (૨૨), ધાધુસણા

૫. ભરતજી વલમાજી ઠાકોર (૪૧), ચલુવા

૬. ઉમરાવમા મહેબુબખાં બેલીમ (૪૯), છઠીયારડા

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવટોમાં ભાવ વધારો, કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!