ભદ્ર સમાજમાં છાશવારે આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે. જેમાં વહૂ તેની માતા સમાન સાસુને માર મારે છે. આવી જ વધુ એક ઘટના હરિયાણાના નારનૌલના મહેન્દ્રગઢ જિલ્લામાં સામે આવી છે.

સૌથી ચોંકાવનારી વાત એ છેકે વહૂનો તેના વયોવૃદ્ધ સાસુમા પરનો અત્યાચારનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. અને વાયરલ થયેલા આ વીડિયો બાદ હરિયાણાના સીએમે પણ આ ઘટનાની નિંદા કરીને આ ઘટના બાદ આરોપી વહૂની પોલીસે ધરપકડ કરી હોવાની જાહેરાત કરી છે.

આ વીડિયોને જોતા કોઇને પણ ધ્રુણા આવી જાય કે શું એક સ્ત્રી બીજી સ્ત્રી પર આ રીતે અત્યાચાર કરી શકે. શું આરોપી વહૂ તેની મા પર આવો અત્યાચાર કરે. જો પોતાની માતા પર આવો અત્યાચાર ન કરે તો માતા સમાન સાસુ પર આ રીતનો અત્યાચાર કરતા તેના કેવી રીતે હાથ ઉઠ્યા.

આ વીડિયોમાં જોઇ શકાય છેકે ચંદાબાઇ પર તેની વહૂએ જે રીતે અત્યાચાર કર્યો છે તેમને હડધૂત કર્યા છે તે કોઇ દુશ્મન પર ન કરે. પડોશમાં રહેતી એક બાળકીએ આ વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયામાં મૂક્યા બાદ આરોપી વહૂ પર ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે.
Dear @mlkhattar
— Rishi Bagree ?? (@rishibagree) June 7, 2019
This video clip is from Niwaj Nagar village in the subdivision Narnaul of the Mahendragarh District in Haryana filmed by neighbours.This old woman is a proud Ex member of INA and get Rs 30000/- Govt pension who is regularly beaten by her Daughter in law.
Pls help pic.twitter.com/hJLJoMh2hc
READ ALSO
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ