GSTV

શું છે કંસારા પ્રોજેક્ટ જેને લઈને ભાજપના જ પૂર્વ ગૃહપ્રધાન અને પૂર્વ ધારસભ્યએ કોર્ટના દ્વાર ખખડાવ્યા

Last Updated on January 25, 2020 by

ભાવનગર શહેરમાં કંસારા નદીના શુદ્ધિકરણ મામલે ફરી રાજકારણ ગરમાયું છે. ભાજપના જ પૂર્વ ગૃહપ્રધાન અને ભાવનગરના પૂર્વ ધારસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ કંસારા મામલે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જોઈએ કે શું છે કંસારા પ્રોજેક્ટ.

મહેન્દ્ર ત્રિેવેદીની ફરિયાદ

  • ૨૦૦૨થી ૨૦૦૭ સુધી તેઓ ધારાસભ્ય હતા ત્યારે તેમણે રૂ.૨૫ લાખ દર વર્ષે ફાળવ્યા હતા તે ક્યાં ગયા
  • થોડા દિવસો પહેલા જ કંસારા શુદ્ધિકરણ માટે સરકારે રૂ.૪૧ કરોડ ફળવવાની જાહેરાત થઈ હતી

ભાવનગર શહેરમાં કંસારા નદી જે શહેરના કળિયાબીડના દુઃખીશ્યામ બાપા આશ્રમથી શરૂ થઈ અને સુભાષનાગર ખાર વિસ્તાર સુધી વિસ્તરેલી છે. બોરતળાવના વેસ્ટવીયરના પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી આ વ્યવસ્થા જાળવણીના અભાવે ગંદા પાણીના નિકાલ, ડ્રેનેજ તથા વરસાદી પાણીના નિકાલનો સ્ત્રોત બની ગઈ. કંસારા નાળાનો પ્રશ્ન શાસકોની સાથોસાથ આસપાસ રહેતાં ત્રણ લાખ રહેવાસીઓ માટે પણ માથાનો દુઃખાવો બન્યો છે. વર્ષોથી દરેક ચૂંટણીમાં કંસારા શુદ્ધિકરણ મામલે મત માંગી અને નેતાઓ જીતતા આવ્યાં છે. પરંતુ આજ દિન સુધી કંસારાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું નથી.

રૂ.૪૧ કરોડ ક્યાં ખર્ચાશે?

  • બોરતળવ વેસ્ટવિઅરથી આનંદનગર સુધીનો ૮.૨૦ કિમી. લંબાઈ ધરાવતો પ્રોજેકટ બનશે
  • ૧૨ ચેકડેમ બનાવવામાં આવશે
  • કંસારા નાળાના શુદ્ધિકરણની સાથે તેનું સજીવીકરણ અને નવીનીકરણ કરાશે

જો કે આ મામલે ભજપમાં જ પૂર્વ ગૃહ પ્રધાન અને ભાવનગરના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ જીપીસીબીના રિજિયોનલ ઓફિસર સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી તેઓ ધારાસભ્ય હતા ત્યારે તેઓએ 25 લાખ જેવી રકમ દર વર્ષે ફાળવી હતી તે રકમ ક્યાં ગઈ. જો કે થોડા દિવસો પહેલા જ કંસારા શુદ્ધિકરણ માટે સરકાર દ્વારા ૪૧ કરોડ જેવી માતબર રકમ ફાળવી હતી અને તે બાબતે મંત્રી અને ભાવનગરના ધારાસભ્યએ જાહેરાત પણ કરી હતી. પરંતુ જાહેરાત બાદ તુરત થોડા જ દિવસોમાં પૂર્વ ગૃહ પ્રધાન મહેન્દ્રભાઈ ત્રિવેદીએ આ બાબતે કોર્ટના દ્વારા ખખડાવતા બંન્ને વચ્ચેનો ગજગ્રાહ બહાર આવ્યો હોય તેમ લોકમુખે ચાચી રહ્યું છે. આ બાબતે વિપક્ષે વિજીલન્સ તપાસની માંગ કરી છે.

ભાવનગર શહેરના મેયર મનહર મોરીએ કહ્યું કે સરકાર દ્વારા રૂપિયા ૪૧ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટમાં બોરતળાવ વેસ્ટવિઅરથી આનંદનગર સુધીનો ૮.૨૦ કી.મી.ની લંબાઈ ધરાવતો પ્રોજેક્ટ બનશે જેમાં ૧૨ જેટલા ચેકડેમ બનાવવામાં આવશે.કંસારા નાળાના શુદ્ધિકરણની સાથે-સાથે તેનું સજીવીકરણ તેમજ નવીનીકરણ પણ કરવામાં આવશે. જોકે ભાજપના જ એક પછી એક પદાધિકારીઓ અને નેતાઓ હવે સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે. તેવામાં મેયરે એમ પણ કહ્યું કે જો કંઈ ખોટું થયું હશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO

Related posts

Tips / પર્સમાં ભૂલથી પણ ન રાખતા આ 3 વસ્તુઓ, નહિ તો ક્યારેય નહીં ટકે રૂપિયા: રૂઠી જશે માં લક્ષ્મી

Pritesh Mehta

શેરબજારમા રચાયો ઇતિહાસ : એકાએક ઉછાળો આવતા આંકડો ગયો 60 હજારને પાર , આ કારણોને લીધે તૂટ્યા રેકોર્ડ

Zainul Ansari

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બે બચ્ચા સાથે દીપડીએ દેખા દીધી, લોકોમાં ભારે ડરનો માહોલ: વન વિભાગ આવ્યું એક્શનમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!