GSTV
Home » News » ધોનીની ‘વિદાય મેચ’ : 8 માર્ચે હોમ ગ્રાઉન્ડ રાંચીમાં ‘માહી’ રમશે અંતિમ વન-ડે

ધોનીની ‘વિદાય મેચ’ : 8 માર્ચે હોમ ગ્રાઉન્ડ રાંચીમાં ‘માહી’ રમશે અંતિમ વન-ડે

dhoni's last match

જે શહેરમાં ક્રિકેટનો કક્કો શીખી 15 વર્ષ સુધી વર્લ્ડ ક્રિકેટ પર રાજ કર્યુ તે જ મેદાનમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) 8 માર્ચે પોતાની અંતિમ વનડે મેચ રમશે. આ મેચને લઇને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. ત્યારે સૌકોઇની નજર ધોની પર જ રહેશે. એમએસ ધોનીનાં રાંચીનાં પ્રશંસકો આશા રાખી રહ્યા છે કે તેમનો સ્ટાર ક્રિકેટર શુક્રવારનાં રોજ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરશે.

યજમાન ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારનાં રોજ ત્રીજી વન ડે મેચ રમાવવા જઇ રહી છે. આ મેચ રાંચીનાં જેએસસીએ સ્ટેડિયમમાં રમાશે, જે મહેન્દ્ર સિંહ ધોનીનું હોમ ગ્રાઉન્ડ છે. 37 વર્ષનાં ધોનીએ અત્યાર સુધી 3 મેચ રમી છે. તે અહીં ચોથી વખત ઉતરશે.

એવું પણ માનવામાં આવે છે કે રાંચીમાં ધોનીની આ અંતિમ ઇન્ટરનેશનલ મેચ હોઇ શકે છે. આ કારણ જ છે કે ઝારખંડ રાજ્ય ક્રિકેટ એસોસિએશને પણ ધોનીની વિદાય માટેની તૈયારીઓ કરી રાખી છે.

એમએસ ધોની 15 વર્ષનાં પોતાના ઇન્ટરનેશનલ કેરિયરમાં 340 વનડે રમી ચુક્યા છે, પરંતુ આમાંથી ફક્ત 3 મેચ જ તેઓ રાંચીનાં જેએસસીએ સ્ટેડિયમમાં રમ્યા છે. એ પણ સંયોગ છે કે દુનિયાભરમાં પોતાના ધાકડ બેટિંગથી બોલર્સને ડરાવી દેનારા ધોનીએ પોતાના ઘરેલુ મેદાન પર સારું પ્રદર્શન નથી કર્યું. તેમણે જે 3 મેચ અહીં રમી છે તેમાંથી એકમાં ભારત જીત્યુ છે અને એકમાં તેને હાર મળી છે. ઑસ્ટ્રેલિયા સામે 2013માં અહીં એક મેચ રદ્દ થઇ ગઇ હતી. માનવામાં આવે છે કે વિશ્વકપ બાદ ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે. ધોનીએ આ મેદાન પર ફક્ત 21 રન બનાવ્યા છે.

Mahendra Singh Dhoni

જણાવી દઇએ કે યજમાન ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન ડે મેચ શુક્રવારે મહેન્દ્ર સિંહ ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં રમાશે. ટીમ ઇન્ડિયા પાસે અહીં જીત હાંસેલ કરીને સીરીઝમાં 3-0થી અજેય લીડ મેળવવાની તક છે. આ મેચ ધોની અને દુનિયાભરના કરોડો ફેન્સ માટે એકદમ ખાસ છે કારણ કે હવે રાંચીના ઝારખંડ રાજ્ય ક્રિકેટ સ્ટેડિયમમાં પેવેલિયન સ્ટેન્ડનું નામ આ મહાન ખેલાડીના નામ પર રાખવામાં આવી રહ્યું છે.

Read Also

Related posts

પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની

Mansi Patel

રાનુ મંડલ જ નહીં આ 7 સેલિબ્રિટીઓ એક જ વીડિયોથી ઈન્ટરનેટ પર સુપરસ્ટાર બની ગયા

Riyaz Parmar

પક્ષપલટુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા માટે ‘ દિલ્હી અભી દુર’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!