GSTV
Home » News » ધોનીની અરજીને સેનાએ આપી મંજૂરી, કાશ્મીરમાં બે મહિના સુધી લેશે ટ્રેનિંગ

ધોનીની અરજીને સેનાએ આપી મંજૂરી, કાશ્મીરમાં બે મહિના સુધી લેશે ટ્રેનિંગ

ક્રિકેટ ટીમના વિકેટ કીપર મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય સેનામાં ટેરિટોરિયલ આર્મીની ટ્રેનિંગની પરવાનગી મળી ગઇ છે. આર્મી ચીફ બિપિન રાવતે ધોનીને તેની પરવાનગી આપી છે. હવે તે પેરાશૂટ રેજિમેંટમાં બં મહિનાની ટ્રેનિંગ લેશે. આ ટ્રેનિંગ કાશ્મીરમાં થઇ શકે છે પરંતુ ધોનીને કોઇપણ ઓપરેશનનો હિસ્સો બનાવવામાં નહી આવે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને આગામી વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે પોતાને અનઉપલબ્ધ ગણાવીને બે મહિનાનો બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. ભારતના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સંન્યાસ અને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ પર ન જવાની તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે. 38 વર્ષીય ધોનીએ બીસીસીઆઇને સૂચિત કર્યુ છે કે તે હાલ બે મહિના કોઇપણ પ્રકારની ક્રિકેટ માટે ઉપલબ્ધ નથી. ધોની આગામી 2 મહિના માટે પેરામિલિટરી રેજીમેન્ટમાં સામેલ થઇ રહ્યા છે.

તેનાથી તે સ્પષ્ટ થાય છે કે ધોની ટીમ ઇન્ડિયા સાથે વેસ્ટઇન્ડીઝના પ્રવાસે નહી જાય. જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયા ત્રણ ઓગસ્ટથી વેસ્ટઇન્ડીઝ પ્રવાસ શરૂ કરશે. ભારત આ દરમિયાન ત્રણ ટી-20 ઇન્ટરનેશનલ, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમશે. વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનું સિલેક્શન કાલે એટલે કે રવિવારે કરવામાં આવશે.

ધોનીએ BCCIને આપી જાણકારી

બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે, ધોનીએ તેમ કહ્યું છે કે તે વેસ્ટઇન્ડીઝ પ્રવાસ પર નહી જઇ શકે. તે આગામી બે મહિના માટે પેરામિલિટ્રી રેજીમેન્ટમાં સમય પસાર કરશે. તેમણે રવિવારે થનાર સિલેક્શન કમિટીની મિટિંગ પહેલાં આ નિર્ણય લીધો છે. તેમણે કેપ્ટન વિરાટ કોહલી અને એમએસકે પ્રસાદને પણ સૂચિત કર્યા છે.

અધિકારીએ જણાવ્યું કે ધોનીના આ નિવેદનથી આશા રાખવામાં આવી રહી છે કે તે હાલ સંન્યાસ વિશે વિચારી નથી રહ્યા. રવિવારે એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટી મુંબઇમાં બેઠક કરશે, જેમાં વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું સિલેક્શન થશે.

મહેન્દ્ર સિંહ ધોની ટેરિટોરિયલ આર્મીના પેરાશૂટ રેજીમેન્ટમાં લેફ્ટિનેંટ કર્નલ છે. અગાઉ કેપ્ટન વિરાટ કોહલીએ તે સ્પષ્ટતા કરી દીધી હતી કે ધોનીના ભવિષ્યને લઇને ટીમ મેનેજમેન્ટને તેની તરફથી કોઇ જાણકારી નથી મળી.

Read Also

Related posts

પાકિસ્તાનનાં ખૈબરમાં ખોદકામ દરમ્યાન મળ્યા હજારો વર્ષો જુના હિન્દુ સંસ્કૃતિના અવશેષો, જાણો

pratik shah

પહેલી ડે નાઈટ ટેસ્ટને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ, બરોડામાં કરાયું અનોખું આયોજન

Nilesh Jethva

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!