GSTV
Gujarat Government Advertisement

એકદમ ક્યૂટ અંદાજમાં ધોનીની વહાલી જીવાએ ગાયું ઈંગ્લિશ સૉન્ગ, વિડીયો બની ગયો જબરજસ્ત વાયરલ

Last Updated on January 7, 2020 by

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આમ તો સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ નથી હોતા, પરંતુ જ્યારે પણ તેમને સમય મળે ત્યારે ફેન્સ સાથે દીકરી જીવાના ફોટોઝ અને વિડીયો શેર કરવાનું ચૂકતા નથી. અત્યારે ધોની મેદાનથી દૂર ફેમિલી સથે મસૂરીમાં વેકેશન ગાળી રહ્યા છે, જેના કેટલાક વિડીયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયામાં બહુ વાયરલ પણ બન્યા છે.

View this post on Instagram

Snow brings the best out of her @ziva_singh_dhoni

A post shared by M S Dhoni (@mahi7781) on

એક વિડીયોમાં ધોનીની દીકરી જીવા કોઇ રોકસ્ટાર કરતાં જરાય ઓછી નથી લાગતી. આ વિડીયોમાં ચાર વર્ષની જીવા ગિટાર વગાડતાં-વગાડતાં ખૂબજ ક્યૂટ અંદાજમાં ગીત ગણગણતી જોવા મળે છે. આ વિડીયોમાં જીવા ઈંગ્લિશ ગીત “લેન્ડ ઓફ હારમની” ગાતી સાંભળવા મળે છે. આ વિડીયોને ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી ધોનીએ કેપ્શનમાં લખ્યું, “બરફ જીવાની અંદરથી જબરજસ્ત ટેલેન્ટ શોધી લાવે છે.” આ વિડીયોમાં જીવા ખૂબજ સુંદર લાગી રહી છે અને આ જ કારણે અત્યાર સુધીમાં આ વિડીયોને 22 લાખ કરતાં પણ વધારે લોકો જોઇ ચૂક્યા છે.

View this post on Instagram

Holiday mode ! ❄️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

આ પહેલાં ધોનીની પત્ની સાક્ષીએ પણ ધોની અને જીવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જેમાં બાપ-દીકરીની જોડી બર્ફિલી પહાડીઓમાં આનંદ માણતી જોવા મળી. આ વિડીયોમાં જીવા ખૂબજ મસ્તી કરી રહી છે અને પિતા સાથે મળીને સ્નો મેન બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.

ઉલ્લેખનિય છે કે, મહેંન્દ્ર સિંહ ધોનીએ ગત કેટલાક સમયથી ઈન્ટરનેશાનલ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. તેમણે છેલ્લી આંતરરાષ્ટ્રિય મેચ ગયા વર્ષે 2019 માં ન્યૂઝીલેન્ડ સામે રહી હતી, જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

Read Also:

Gujarat Government Advertisement

Related posts

જો ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું હોય તો શું કરવું, તેને મેળવવાનો સરળ માર્ગ જાણો, ફક્ત યાદ રાખો આ નંબર

Vishvesh Dave

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!