GSTV

IPL 2018 :  ધોનીએ ફટકારી 108 મીટર લાંબી સિક્સર, સર્જ્યો આ રેકોર્ડ

Last Updated on May 1, 2018 by Bansari

આઇપીએલની 11મી સીઝનની 30મી મેચમાં ચેન્નઇના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જલવો જોવા મળ્યો. ચેન્નઇ સુપરકિંગ્સે દિલ્હી ડેરડેવિલ્સને 13 રને હરાવ્યું. ધોનાના બેટે સોમવારે આ સીઝનની સૌથી લાંબી સિક્સર ફટકારી હતી. ધોનીએ 108 મીટર લાંબી સિક્સર ફટકારી. તેની આગળ ફક્ત એબી ડિવિલિયર્સ છે. એબી ડિવિલિયર્સે 111 મીટર લાંબી સિક્સર ફટકારી હતી.

ધોની આ આઇપીએલ સીઝનમાં તે જ રંગમાં જોવા મળી રહ્યો છે જેવો તે પોતાની કારકિર્દીની શરૂઆતમાં હતો. સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે ધોની 20 સિક્સરો સાથે 5માં સ્થાન પર છે.પ્રથમ ક્રમે 23 સિક્સર સાથે ક્રિસ ગેલ છે.

સોમવારે ધોનીએ 200થી વધુ સ્ટ્રાઇક રેટ પર રન કર્યા. ધોની 8 મેચમાં 282 રન સાથે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પણ પાંચમાં ક્રમે છે. કેપ્ટન તરીકે રન બનાવવાના મામલે ધોનીએ ગંભીરને પણ પાછળ છોડી દીધો છે. ગંભીરે કેપ્ટન તરીકે 3518 રન કર્યા હતાં. 22 બોલમાં 51 રનની ધમાકેદાર ઇનિંગ બાદ ધોનીના કુલ 3536 રન થઇ ગયાં છે.

 

કમેન્ટ્રેટર્સે જણાવ્યું કે ધોની આજકાલ જિમમાં પરસેવો પાડી રહ્યો છે. તે દરરોજ 3 કલાક જિમમાં સખત મહેનત કરે છે. આ જ કારણ છે કે ફરી એકવાર તે લાંબી લાંબી સિક્સરો ફટકારી રહ્યો છે. સોમવારે ધોનીએ આઇપીએલની આ સીઝનની બીજી સૌથી લાંબી સિક્સર ફટકારી છે.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!