GSTV
Home » News » INDvNZ : હવે તો ન્યૂઝીલેન્ડની ખેર નથી, અંતિમ વન ડેમાં આ ધાકડ ખેલાડીની વાપસી

INDvNZ : હવે તો ન્યૂઝીલેન્ડની ખેર નથી, અંતિમ વન ડેમાં આ ધાકડ ખેલાડીની વાપસી

પડકારજનક પરિસ્થીતીમાં ચતુરાઇ ભરેલી સ્વિંગ બોલીંગ સામે ખખડી ગયેલી ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીની વાપસી બાદ હવે ભારત પાંચમી અને છેલ્લી વન ડેમાં પણ વિજયી પરચમ લહેરાવા માંગશે.

ભારતના સૌથી અનુભવી વન ડે ખેલાડીઓમાંથી એક એવા ધોની ઇજાગ્રસ્ત હોવાના કારણે ગત બે મેચમાં રમી ન શક્યા. ચોથી વન ડેમાં ભારતીય ટીમના શરમજનક 92 રનના સ્કોર બાદ હવે અંતિમ મેચમાં તેની વાપસીથી ખેલાડીઓનું મનોબળ વધશે.

બેસિન રિઝર્વ પર ઝડપથી ફૂંકાતા પવનો વચ્ચે સ્થિતી અનુકૂળ નથી. તેવામાં ધોનીની વાપસીથી મધ્યક્રમને મજબૂતી મળશે જે કેપ્ટન કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયા માટે મજબૂત પાસુ સાબિત થઇ શકે છે. સહાયક કોચ સંજય બાંગડે તેની પુષ્ટિ કરી છે કે ધોની આ મેચ રમશે.

વર્લ્ડકપની તૈયારીઓને ધ્યાનમાં લેતાં યુવા શુભમન ગિલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. હેમિલ્ટનમાં કેદાર જાધવ, અંબાતી રાયડૂ અને દિનેશ કાર્તિક નિષ્ફળ રહ્યાં. તેવામાં રોહિત શર્મા અને શિખર ધવને ધબડકો વાળ્યા બાદ કોહલીની ગેરહાજરીમાં તેમના પર વધુ ભરોસો મુકી ન શકાય.

વર્લ્ડકપને ધ્યાનમાં રાખતાં સિરાજ અહેમદને પણ સ્થાન આપવામાં આવી શકે છે. હવે તે જોવું રહ્યું કે ભુવનેશ્વર કુમારને આરામ આપ્યા બાદ મોહમ્મદ શમીની વાપસી થાય છે કે નહી. ટીમ મેનેજમેન્ટ મોહમ્મદ સિરાજ પર દાંવ ખેલશે કારણકે ખલીલ અહેમદ ગત મેચમાં એટલા પ્રભાવી ન રહ્યો.

Read Also

Related posts

વિકસીત ગુજરાતની વરવી વાસ્તવિક્તા, મધ્યાહન ભોજનમાં રાશન બંધ થતા બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો

Nilesh Jethva

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

Ankita Trada

તેલગૂ ફિલ્મમાં કામ કરશે અભિનેત્રી અનન્યા પાંડે, વિજય દેવરાકોંડાની ઓપોઝીટ નજરે આવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!