GSTV
Gujarat Government Advertisement

ધોની હવે આગામી દસ વર્ષનો પ્લાન બનાવશે, ચેન્નાઈની ટીમમાં મોટા પરિવર્તનના સંકેત

Last Updated on November 3, 2020 by Mansi Patel

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર એ છે કે તેમનો માનીતો ખેલાડી મહેન્દ્રસિંહ ધોની હાલ પૂરતો નિવૃત્ત થઈ રહ્યો નથી. આઇપીએલની વર્તમાન સિઝનમાં ચેન્નાઈ સુપર કિગ્સની ટીમનો દેખાવ અત્યંત નિરાશાજનક રહ્યો હતો અને આ ટીમ પ્લે ઓફ માટે ક્વોલિફાઈ થઈ શકી ન હતી. પહેલી વાર એવું બન્યું છે જ્યારે ચેન્નાઈની ટીમ મોખરાની ચાર ટીમમાં સ્થાન હાંસલ કરી શકી ન હોય. ત્રણ વખતની ચેમ્પિયન ટીમની આ હાલત જોયા બાદ એમ લાગતું હતુ કે તેનો સુકાની ધોની હવે નિવૃત્તિ જાહેર કરી દેશે. જોકે ધોની કાંઇક અલગ જ વાત કરે છે.

ભારતીય ટીમને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ચેમ્પિયન બનાવનારો સુકાની ધોની કહે છે કે તે હાલ પૂરતો આઇપીએલમાંથી નિવૃત્ત થનારો નથી. તેણે ચેન્નાઈની ટીમમાં મોટા ફેરફાર થવાના સંકેત આપ્યા હતા અને આગામી દસ વર્ષ સુધીના પ્લાન બનાવી રહ્યો છે.

ચેનાઈની ટીમ આ વખતે સાતમા ક્રમે રહી છે. તે છેલ્લી કેટલીક મેચ જીતી છે અને તેણે કિંગ્સ ઇલેવન પંજાબને નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે 2020ના તેના અભિયાનનો અંત આવ્યો હતો. ટીમની હકારાત્મક બાબત યુવાન બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડની સળંગ ત્રણ અડધી સદી રહી હતી.

ચેન્નાઈ

ધોનીએ જણાવ્યું હતું કે ટીમના સ્ટાર ખેલાડીઓમાં પરિવર્તન આવશે અને આગામી દસ વર્ષની યોજના ઘડવામાં આવશે. આઇપીએલનો પ્રારંભ થયો ત્યારે 2008માં આ ટીમ ઘડવામાં આવી હતી જેણે આટલા વર્ષો સુધી સારી રમત દાખવી હતી. હવે આગામી પેઢીને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave

મિઝોરમ / દુનિયાના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું નિધન, 38 પત્નીઓ અને 89 બાળકો હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!