સાક્ષીએ કંઈક આવું કહીને ધોનીને સેંડલ પહેરાવવા કહ્યું, અને ધોનીએ પહેરાવ્યાં પણ ખરા

ક્યારેક અમુક સેલેબ્સને દુનિયાની ફિકર હોય એટલે એ ધ્યાન રાખી રાખીને જીવન જીવતા હોય છે અને પોતાને કોઈ કહીને ન જાય એ રીતે જ વર્તન કરતા હોય છે. પરંતુ એક એવો ક્રિકેટનો સેલીબ્રીટી કે જેને કોઈ જ જાતની ફિકર નથી. ક્રિકેટનાં મેદાન પર હંમેશા ‘કૂલ’ રહેવાવાળા જાણીતા મહેન્દ્ર સિંહ ધોની ભારતના સૌથી સફળ કેપ્ટન છે. તેમની વર્તણૂક પણ ખૂબ સાનુકૂળ હોય છે. ક્રિકેટના મેદાન પર પણ તેમના ચહેરા પર વધુ ગુસ્સો નથી આવતો. એકવાર ફરીથી તેઓએ એવું કામ કર્યું કે જેનાથી તેમના ફેન ખુબ ખુશ થાય.

વાયરલ થયેલી એક તસવીરમાં ધોની ખુદ તેની પત્નીને સેંડલ પહેરાવે છે. ધોનીને એ વાતની ચિંતા નથી કે લોકો તેમના વિશે શું કહેશે. સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે, અને લખ્યું છે કે ‘ સેંડલ માટે તમે પૈસા આપ્યાં છે તો હવે તમે જ એને પહેરાવો.’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter