GSTV

મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેતા સીએમ રૂપાણીએ કહી આ ખાસ વાત

ભારતીય ક્રિકેટના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું કે નાના શહેરના રેલવે ટિકિટ કલેક્ટરથી લઈ ભારતીય ટીમના કેપ્ટન સુધી એમ.એસ.ધોનીની યાત્રા યુવાઓ માટે પ્રેરણા આપનારી છે. સખત મહેનત અને દ્રઢ નિશ્ચયથી તેમણે સાબિત કર્યું કે જીવનમાં કંઈ પણ અશક્ય નથી. ભારતીય ક્રિકેટમાં પોતાના યોગદાન અને વર્લ્ડકપ વિજય માટે એમ.એસ.ધોની હંમેશા યાદ રહેશે.

સૌથી મોટા સમાચાર, મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લઈ લીધી નિવૃત્તિ

ભારતના સફળ કેપ્ટન અને કેપ્ટન કુલના નામથી જાણીતા બેટ્સમેન એમ એસ ધોનીએ નિવૃતિની જાહેરાત કરી છે. અચાનક નિવૃતિની જાહેરાત કરતા તેમના ચાહકોમાં નિરાશા છવાઈ છે. ભારતના સૌથી સફળ કેપ્ટનમાંના એક એમએસ ધોનીએ ભારતને ટી20 અને વન ડેમાં વિશ્વ વિજેતા બનાવી હતી. ધોનીએ ઘણા સમયથી ક્રિકેટ રમી નથી. બીસીસીઆઈએ નવા વિકલ્પો શોધવાના શરૂ કરતાં ધોનીને અંદાજ આવી ગયો હતો. આજે એમણે જાતે જ નિવૃત્તિની ઘોષણા કરી છે. જોકે, તેઓ આઈપીએલ રમવાનું ચાલુ રાખશે.

જાદૂઈ કેપ્ટન રહેલ ધોનીના કરિયર પર નજર કરવામાં આવે તો આ હીરોએ ઝીરોથી શરૂઆત કરી હતી. જી, હાં પ્રથમ મેચમાં તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં મેચ હતી. કેપ્ટન સૌરવ ગાંગુલી ટોસ હારી ચુક્યો હતો અને બાંગ્લાદેશે ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ખરાબ રહી અને ઓપનિંગ કરવા આવેલ ગાંગુલી (0) અને સચિન તેંડુલકર (19) ઝડપથી આઉટ થઈ ગયા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર ચાર મિનિટનો લાંબો વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે ક્રિકેટ જીવનકાળની ઝલક દેખાડી છે. અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યુ છે. તેમણે ચાહકોને તેને સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો.

READ ALSO

Related posts

અકાલી દળે મોકો જોઈને ગરમ તવા પર હથોડો મારી દીધો, કૃષિ બિલ તો બહાનું હતું અસલમાં આ કારણે NDAથી અલગ થયા

Pravin Makwana

અમદાવાદના આ 27 વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી જતા પહેલા વિચારજો, એએમસીએ લગાવી દીધો છે પ્રતિબંધ, વાંચી લો લીસ્ટ

Nilesh Jethva

કોરોનાકાળમાં શેરડીનાં ખેડૂતો માટે આવ્યા રાહતનાં સમચાર, સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!