GSTV
Home » News » જ્યારે ટોયલેટની પાસે નીચે સુવા મજબૂર થયો હતો મહેન્દ્ર સિંહ ધોની

જ્યારે ટોયલેટની પાસે નીચે સુવા મજબૂર થયો હતો મહેન્દ્ર સિંહ ધોની

ધોનીનો આજે જન્મદિન છે. ૭ જુલાઈ ૧૯૮૧ના રોજ જન્મેલો ધોની ૩૮ વર્ષ પૂર્ણ કર્યા છે. ધોનીને તેના જન્મદિનની પૂર્વ સંધ્યાએ આઈસીસીએ વીડીયો પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે

‘અ નેમ ધેટ ચેન્જડ ધ ફેસ ઓફ ઈન્ડિયા ક્રિકેટ’, ‘અ નેમ ઈન્સ્પાયરિંગ મિલિયન્સ એક્રોસ ધ ગ્લોબ’, ‘અ નેમ વીથ અનડીનાયેબલ લેગેસી.’ આઈસીસીએ આ મેસેજ સાથે ધોનીને ભારતીય ક્રિકેટમાં પરિવર્તન લાવનાર, વિશ્વમાં લાખો નાગરિકોને પ્રેરણા પુરી પાડનાર તેમજ નિર્વિવાદપણે જેણે એક વારસો ભેટ ધર્યો છે તેવા ખેલાડી તરીકે નવાજ્યો હતો.

કેપ્ટન કોહલી અને બુમરાહે પણ સંયુક્ત નિવેદન સાથે વીડિયો જારી કર્યો હતો અને ધોનીના પ્રદાન માટે કોહલીએ કહ્યું હતું કે તેની સ્વસ્થતા અને શાંત ચિત્ત હાજરી ટીમને પણ અનેરો વિશ્વાસ સંચાર કરે છે. તેની પાસેથી કેટલું બધું શીખવાનો અવકાશ છે. તે મારો કેપ્ટન હતો અને આજે પણ છે. હું તેની સલાહને હંમેશા ધ્યાનથી સાંભળું છું. અમારા વચ્ચેની સમજનો તાલમેલ પણ ઘણો સારો રહ્યો છે.

બુમરાહે કહ્યું હતું કે ૨૦૧૬માં મેં જ્યારે ભારતની ટીમમાં સ્થાન મેળવ્યું ત્યારે તે મારો કેપ્ટન હતો. તે હંમેશા મદદ માટે તત્પર રહે છે.તો ઝારખંડમાં પણ યુથ ક્રિકેટ ક્લબનાં મેમ્બર્સે પણ મહેન્દ્ર સિંહ ધોનીના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

માત્ર ભારતના જ નહીં ઈંગ્લેન્ડના ક્રિકેટરો અને સ્ટોકસ અને બટલરે પણ ધોનીને તેના જન્મ દિને બિરદાવ્યો હતો. સ્ટોકસે ધોની ક્રિકેટ જગતનો એક શ્રેષ્ઠ ખેલાડી અને ઉત્કૃષ્ટ વિકેટકિપર ગણાવ્યો હતો. તેની નજીક અન્ય પ્રતિભા ઉભી રહી શકે તેમ નથી. બટલરે કબૂલ્યું હતું કે વિકેટ કિપિંગમાં તે મારી પ્રેરણા છે. સ્ટમ્પ પાછળ તેના હાથ વીજળીક ત્વરીતતા જ ફરે છે. તે રમતનો પ્રચારક મોડેલ છે. બેટિંગ પણ જોવા જેવી હોય છે.

એક બેડરૂમના ઘરમાં રહેતા હતા

મહેન્દ્ર સિંહ ધોનીનો પરિવાર ઉત્તરાખંડમાં રહે છે. તેમના પિતા પાનસિંહા રાંચી સ્થિત મેકૉનમાં જૂનિયર પદ પર નોકરી મળ્યા બાદ અહી જ વસ્યા હતા. ધોનીના જન્મ સમયે તેમના પિતા પમ્પ ઓપરેટર તરીકે નોકરી કરતાં હતા. તેમનો પરિવાર એક બેડરૂમના ઘરમાં રહેતો હતો. ધોની તે સમયે ટેનિસ બોલથી ક્રિકેટ રમતા હતા. તે સમયે તેઓ દુબળા અને નાનકડા હતા. એટલે બાકીના છોકરાઓ તેમને વિકેટકિપર બનાવતા હતા. ધોની સ્કૂલમાં ફૂટબૉલ અને બેડમિન્ટનમાં રસ દાખવતા હતા. તોઓ દોડવામાં માહિર હતા. નાની ઉંમરમાં જ તેમના પગમાં બહુજ તાકાત હતી. હાલના સમયમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં પણ બહુ ઓછો એવા ક્રિકેટરો છે જે દોડવામાં ધોનીની સ્પીડની આસપાસ પણ પહોંચી શકે.

બાળપણથી જ છગ્ગા માર્યામાં હતા ઉસ્તાદ

ધોનીના સ્પોર્ટસ ટીચર મુજબ ધોની બાળપણથી જ છગ્ગા મારવામાં ઉસ્તાદ હતા. તેઓ સ્કૂલ પુરી થયા બાદ મેદાનમાં અભ્યાસ માટે પહોંચી જતા હતા. લગભગ 3 કલાક અભ્યાસ કરતાં હતા. 1997માં એક સ્કૂલ ટુર્નામેન્ટમાં 16 વર્ષનાં ધોનીએ ડબલ સેન્ચુરી મારી અને પાર્ટનર સાથે 378 રન બનાવ્યા હતા. તેને કારણે ધોનીને મેકૉન ક્રિકેટ ક્લબમાં એન્ટ્રી મળી ગઈ હતી. તેમના ટીચરે કહ્યુકે, ધોની વિકેટની પાછળ બોલને એવી રીતે કેચ કરતાં કે જાણે માછલી મોઢામાં બોલ પકડવાનો પ્રયાસ કરતી હોય.

ધોનીની પહેલી કમાણી

મેકન ક્રિકેટ ક્લબ બાદ ધોની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડની લોકલ ટીમમાં સામેલ થઈ ગયા હતા. જ્યા તેમની પહેલી કમાણી 625 રૂપિયા મળી હતી. ત્યારબાદ ધોની સેન્ટ્રલ કોલફીલ્ડ્સ લિમિટેડ ક્લબ સાથે જોડાયા, અહીં તેમને વેતન 2000 રૂપિયા મળ્યુ હતુ. ધોનીને સાથે 200 રૂપિયા બોનસ પણ મળ્યુ હતુ.

રણજી સિલેક્શનની જાણ ન હતી

CCL અને બિહાર અંડર 19માં સારા પરફોર્મ્સનું ઈનામ તેમને 2000માં મળ્યુ હતુ. તેમણે રણજી ટ્રોફીમાં જગ્યા મળી પરંતુ તેમને તેની જાણ ન હતી. ધોનીનાં મિત્ર પરમજીતને કોલકાતાથી તેની જાણ થઈ હતી, તેમણે જ્યારે ધોનીને કહ્યુ ત્યારે ઘણું મોડું થઈ ચુક્યુ હતુ. ત્યારબાદ તેમના મિત્રએ ટાટા સુમો કાર કરી અને કોલકાતા જવા નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં કાર ખોટકાઈ હતી અને બે કલાક મોડા પડ્યા હતા. જ્યારે તેઓ કોલકાતા એરપોર્ટ પહોંચ્યા તો ટીમ અગરતલા જવા રવાના થઈ ગઈ હતી. ધોનીએ ઈસ્ટ ઝોનની પહેલી મેચ મિસ કરી હતી. જોકે, ત્યારબાદ તેઓ ત્યાં પહોંચી ટીમ સાથે જોડાયા હતા.

મોરે બન્યા મુરીદ

કિરણ મોરેએ ધોનીનો ખેલ જોયો હતો અને તેઓ ધોનીના મુરીદ થઈ ગયા હતા. એક સમયે જ્યારે ટીમ ઈન્ડિયા પાસે વિશેષજ્ઞ વિકેટકિપર ન હતો ત્યારે રાહુલ દ્રવિડને પાર્ટટાઈમ વિકેટકિપિંગ કરવી પડતી હતી. 2004માં મોહાલીમાં નોર્થ અને ઈસ્ટ ઝોનની મેચ દરમ્યાન સિલેક્ટર્સે ધોનીને જોયા હતા. અને તેમને સિલેક્ટ કર્યા હતા.

જ્યારે ટ્રેનમાં ટોયલેટ પાસે સુવુ પડ્યુ હતુ

એક સમય એવો હતો, જ્યારે ધોની 2016-17 રણજી સીઝનમાં ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. જુનિયર ક્રિકેટની રીતે તે ઘણીવાર રિઝર્વેશન કરાવ્યા વાગર ડબ્બામાં મુસાફરી કરી ચૂક્યા હતા. એટલે સુધીકે ટ્રેનમાં ટોયલેટની આસપાસની જગ્યા પર પણ સુવુ પડ્યુ હતુ. હવે તેઓ એવી જગ્યાએ પહોંચી ગયા છે. જ્યાં તેમને ટ્રેનની એસીની ફર્સ્ટ ક્લાસની ટિકિટ પણ અપાતી હતી અને સાથે ફેન્સથી બચવા માટે સિક્યોરિટી પણ આપવામાં આવતી હતી.

READ ALSO

Related posts

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

મોકડ્રિલ : બોટમાં આગ લાગતા તમામ માછીમારો દરિયામાં કૂદી પડ્યા, કરાયું દિલધડક રેસ્ક્યું

Nilesh Jethva

રાજ ઠાકરેનાં પુત્રની રાજનીતિમાં થઈ એન્ટ્રી, મહારાષ્ટ્રનાં રાજકારણમાં આવ્યો ગરમાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!