GSTV
Home » News » Photos: અહીં બને છે ધોનીના બેટ, વર્લ્ડ કપ માટે કરાવ્યાં આ ખાસ ફેરફાર

Photos: અહીં બને છે ધોનીના બેટ, વર્લ્ડ કપ માટે કરાવ્યાં આ ખાસ ફેરફાર

ક્રિકેટનો મહાકુંભ એટલે કે વર્લ્ડ કપ 30મેથી શરૂ થઇ ગયો છે અને દુનિયાભરની નજર તેના પર જ ટકેલી છે. જ્યાં પ્રશંસકો પોત-પોતાની ટીમ માટે દુઆ કરી રહ્યાં છે જ્યાં દરેક ટીમના ખેલાડીઓ તેના માટે ભરપૂર મહેનત કરી રહ્યાં છે. આ વચ્ચે ખબર આવી છે કે દુનિયાના મહાન બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડ કપ માટે પોતાના બેટમાં કેટલાંક ફેરફાર કર્યા છે.

ભારતીય ટીમના સ્ટાર ખેલાડી તથા દુનિયાના મહાન બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ જલંધરના ‘બીટ ઓલ સ્પોર્ટસ’ નામની કંપની પાસે નવા બનાવડાવ્યા છે પરંતુ તેમાં કેટલાંક ફેરફાર કરાવ્યાં છે.

આ ઉપરાંત સાઉથ આફ્રિકાના ખેલાડી હાશિમ અમલાએ પણ જલંધરમાં આ કંપનીના બેટ બનાવડાવ્યાં છે.

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત 30મેના રોજ ઇંગ્લેન્ડમાં થઇ ચુકી છે. ભારતીય ટીમની યુવા બ્રિગેડમાં મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જેની બેટિંગ જોવા માટે દુનિયા આતુર છે.

ધોની પણ પોતાના ચાહકોને નિરાશ કરવા નથી માંગતા તથી તેમણે ઇંગ્લેન્ડની પીચ પ્રમાણે પોતાના બેટમાં કેટલાંક ફેરફાર કરાવ્યા છે. ધોનીએ જલંધરમાં ‘બીટ ઓલ સ્પોર્ટ્સ’ નામની કંપની પાસે પોતાના માટે ચાર બેટ બનાવડાવ્યા છે જે ક્રિકેટને સમાન બનાવે છે.

1999થી ધોની માટે બેટ બનાવતી કંપનીના સોમી કોહલીએ જણાવ્યું કે આઇપીએલ મેચ દરમિયાન જ તેમણે નવા બેટ્સ માટેનો ઓર્ડર આપી દીધો હતો અને આ વખતે તેમણે પોતાના બેટ થોડા હળવા કરાવ્યા છે.

સોમી કોહલીએ જણાવ્યા અનુસાર ઇંગ્લેન્ડની પિચ અનુસાર બેટનું વજન 20 ગ્રામ ઓછુ કર્યુ છે. પહેલાં ધોનીના બેટનું વજન 1180 ગ્રામ હતુમ અને હવે 1160 ગ્રામ છે. આ ઉપરાંત તેમણે બેટનું હેન્ડલ પણ થોડુ જાડુ કરાવ્યું છે.

આ ઉપરાંત કંપનીએ સાઉથ આફ્રિકાના ખેલાડી હાશિમ અમલાનું બેટ પણ તૈયાર કર્યુ છે. તે અનુસાર અમલા ધોની કરતાં હળવા બેટનો ઉપયોગ કરે છે.

World Cup doodle

ભારત વર્લ્ડ કપ 2019માં પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને સાઉથ આફ્રિકા સામે કરશે. જ્યારે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે તેનો સામનો 16 જૂને થશે. વર્લ્ડકપ 2019 ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30મેથી 14 જુલાઇ વચ્ચે રમાશે.

Read Also

Related posts

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel

વાહ રે પાકિસ્તાન! એકપણ યાત્રી વિના ઉડ્યા 82 વિમાન, પડ્યો કરોડોનો ફટકો

Bansari

ભાજપના આ નેતાના મમતા પર આક્ષેપ, કહ્યું- મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!