GSTV
Home » News » દુર્ભાગ્યનો પર્યાય બની ગયો છે એમએસ ધોની, આ 5 ઇનિંગ્સ છે પુરાવો

દુર્ભાગ્યનો પર્યાય બની ગયો છે એમએસ ધોની, આ 5 ઇનિંગ્સ છે પુરાવો

વેલિંગ્ટનમાં રમાયેલી પહેલી ટી-20માં ભારતીય ટીમે ધબડકો વાળતાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. યજમાન ટીમ ન્યૂઝીલેન્ડે પહેલી ટી-20 મેચમાં 80 રને બાજી મારી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાના નામે ટી-20માં સૌથી મોટી હારનો રેકોર્ડ નોંધાયો છે.

તેવામાં ટીમ ઇન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન એમએસ ધોની ફરી એકવાર ફેન્સના નિશાને આવી ગયાં છે. ધોની જે સમયે મેદાન પર બેટિંગ કરવા ઉતર્યા તે સમયે ટીમ સામે પહાડ જેવો સ્કોર હતો પરંતુ માહી ફરી એકવાર પોતાના સ્લો સ્ટ્રાઇના કારણે ઘેરાઇ ગયા છે.

ધોની તેવા સમયે ક્રીઝ પર ઉતર્યા હતાં જ્યારે સ્કોરબોર્ડ પર રનની સ્પીડ વધારવાની હતી. પરંતુ ધોનીએ 31 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યાં છે. તે 19મી ઓવરના અંતિમ બોલ પર સાઉદીનો શિકાર બન્યોય ટિમ સાઉદીએ ત્રણ, જ્યારે ફગ્યુર્સન, સેંટનર અને સોઢીએ બે-બે વિકેટ ઝડપી.

જો કે મેચમાં તે સૌથી વઝુ રન બનાવનાર બેટ્સમેન હતા. આવું પહેલીવાર નથી બન્યુ જ્યારે રન બનાવવા છતાં ધોનીની ઇનિંગ હારનું કારણ બની હોય. આ તમામ મુલાકાતોમાં ધોનીની સ્ટ્રાઇક રેટ પરિસ્થીતીઓને જોતા સારી રહી ન હતી.

ધોનીના ટૉપ સ્કોરર હોવા થતાં ટીમ ઇન્ડિયાની પાંચમી હાર

રન વિરુદ્ધ મેદાન વર્ષ પરિણામ
48* ઓસ્ટ્રેલિયા સિડની 2012 31 રને હાર
38 ઇંગ્લેન્ડ મુંબઇ 2012 6 વિકેટે હાર
30 ન્યૂઝીલેન્ડ નાગપુર 2016 47 રને હાર
36* ઇંગ્લેન્ડ કાનપુર 2017 7 વિકેટે હાર
39 ન્યૂઝીલેન્ડ વેલિંગટન 2019 80 રને હાર

Read Also

Related posts

હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ચૂંટણી પ્રભારીઓ સાથે શાહ-નડ્ડાની બેઠક, જવાબદારીઓ સોંપી

Mansi Patel

જન્માષ્ટમી પર શા માટે કાકડીના ભાવોમાં 10 ગણો વધારો થાય છે? આ છે કારણ

Kaushik Bavishi

ગૃહ મંત્રી અમિત શાહ પહેલી સપ્ટેમ્બરે આવશે ગુજરાત, આ કોલેજનું કરશે લોકાર્પણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!