GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર / પાટીદાર આગેવાન મહેન્‍દ્ર ફળદુ આત્‍મહત્‍યા કેસમાં મોટું અપડેટ, હાઈકોર્ટે કર્યો આ આદેશ

મહેન્‍દ્ર ફળદુ

સૌરાષ્ટ્રના કડવા પાટીદાર આગેવાન, યુવી કલબના સ્થાપક અને બિલ્‍ડર મહેન્‍દ્ર ફળદુ આત્‍મહત્‍યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપીઓને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે 15 જૂન સુધી આરોપીઓની ધરપકડ ન કરવા આદેશ આપ્યા છે. આગામી સુનાવણી 15 જૂનના રોજ થશે. આમ 7 આરોપી હોળીનો તહેવાર ઘરે રહીને ઉજવી શકશે.

મહેન્‍દ્ર ફળદુ
  • મહેન્દ્ર ફળદુ કેસમાં હાઈકોર્ટથી આવ્યુ અપડેટ
  • 7 આરોપીની ધરપકડ નહી કરવા આદેશ
  • ફરિયાદ રદ કરવા આરોપી દ્વારા હાઈકોર્ટ અરજી
  • સુનાવણી દરમિયાન આરોપીઓને મળી વચગાળાની રાહત
  • 15 જૂન સુધી આરોપીઓને રાહત
  • હોળીનો તહેવાર આરોપીઓ ઘરે રહીને ઉજવી શક્શે
  • વધુ સુનાવણી તારીખ 15 જુને થશે

ઉલ્લેખનીય છે કે મહેન્‍દ્ર ફળદુ આત્‍મહત્‍યા કેસના તમામ આરોપીઓએ તેમની સામેની ફરીયાદ રદ કરવા માટે (કવોશીંગ) પીટીશન ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાખલ કરી હતી. જેની આજે સુનાવણી થઈ હતી. જસ્‍ટીસ વિપુલ પંચાલની બેન્‍ચે આરોપીઓની ધરપકડ નહીં કરવા અને તપાસ ચાલુ રાખવા આદેશ આપ્‍યો છે. વધુ સુનાવણી 15 જૂન ઉપર રાખવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગુજરાત ચૂંટણી / પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન,  788 ઉમેદવારો છે મેદાનમાં

Nakulsinh Gohil

વડોદરા / ગુજરાતની ચૂંટણીમાં US રાષ્ટ્રપતિ જો બાયડેનની ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો

Nakulsinh Gohil

અમદાવાદ / તબિયત બગડી છતાં અમિત શાહે વડોદરાની સભા રદ્દ કરી વેજલપુરની સભા સંબોધી

Nakulsinh Gohil
GSTV