GSTV
Home » News » આજે મહાવીર જયંતી, અમદાવાદમાં આસ્થા પૂર્વક ભવ્ય ઉજવણી

આજે મહાવીર જયંતી, અમદાવાદમાં આસ્થા પૂર્વક ભવ્ય ઉજવણી

આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની આસ્થા પૂર્વક ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં જન્મ કલ્યાણકની રથયાત્રા યોજાઈ હતી. શહેરના ઉસ્માનપુરા સ્તિત શાંતિનગર જૈન સંઘ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ઈન્દ્રધજા, ગજરાજ, શરણાઈ મંડળીઓ, ઘોડા  પર સવાર ધજા સાથેના પહેરેગીરો, કચ્છી અશ્વ, પ્રભુજીના રથનો સમાવેશ કરાયો.રથયાત્રામાં સુવર્ણ શાહીથી લખાયેલા કલ્પસૂત્રની ડોલી આકર્ષણનું કેન્દ્ર બની.અંકુર ચાર રસ્તા પાસેના દેરાસર ખાતે રથયાત્રાના સમાપન બાદ સાધર્મિક ભક્તિનું આયોજન કરાયું.

ચૈત્ર સુદ તેરસ એટલે કે આજના દિવસ વિશ્ભરમાં જીવ માત્રના કલ્યાણ માટે ઉપદેશ આપનારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકનો દિવસ છે. બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી 29 માઈલ દૂર આવેલા બેસધા પટ્ટી પાસે કુંડલ ગ્રામ ગામે આજે મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થંકર છે અને તેમના જન્મ કલ્યાણક પર જિનાલયોમાં પ્રભુ મહાવીરને સુંદર આંગી કરાઈ છે. જૈન સંઘોમાં અનુષ્ઠાનનું આયોજન થયું છે.

Read Also

Related posts

દિવાળીનાં તહેવારમાં ફટાકડાની ખરીદીમાં મંદીનો માહોલ

Mansi Patel

જૂનાગઢના માંગરોળ તાલુકામાં અછત સર્વેમાં સામે આવ્યાં છબરડા

Mansi Patel

કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોની બેઠક મળી, આ મુદ્દે થઈ ચર્ચા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!