GSTV

મહારાષ્ટ્રમાં અઘાડી પાર્ટીને ફડણવીસે ‘સવાશેર સૂંઠ’ જેવી ચેલેન્જ આપી, ‘હિંમત હોય તો અત્યારે ચૂંટણી યોજી મેદાનમાં આવી જાવ’

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર પાડવાની અમને ગરજ નથી. તે મુદ્દે સામે ચાલીને પડી જશે. પણ હિંમત હોય તો ફરી જનતાનો મત (જનાદેશ) મેળવવા સામે જઈને બતાવો. તમે ત્રણેય એકત્રિત છો ને? તમને ખબર પડશે કે મહારાષ્ટ્રની જનતા આજે પણ કોના સમર્થનમાં છે, એવી જોરદાર ટીકા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડી સરકારને કરી હતી. જેમાં ખાસ ગઈકાલે ઉધ્ધવ ઠાકરેએ ભાજપને આપેલા પડકારમાં હિંમત હોય સરકાર પાડી બતાવો તેનો ઉપરોક્ત સણસણતો જવાબ ફડણવીસે ભાજપના પ્રદેશ રાજ્ય પરિષદમાં આપ્યો હતો.

એટલું જ નહીં તહસીલદારની ૨૨ ફેબુ્રઆરીના રોજ રાજ્યભરની તહસીલદારની કચેરી પર ભાજપ મોરચો લઈ જશે જયા મહિલા પર થતાં અત્યાચાર પરનો પ્રશ્ન ઉજૌગર કરાશે. આપણા વિજય રથની શરૂઆત નવી મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીથી થશે. ઔરંગાબાદ મહાપાલિકા પર ભાજપનો ઝંડો લહેરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિજયી અભિયાનની ખરેખર શરૂ રહેશે. એટલે કે મહારાષ્ટ્રના સ્વબળે ભાજપની સરકાર આવશે. આપણે ધર્મ માટે લડવાનું છે. જે અધર્મના સાથે છે તે જુના મિત્ર હશે તો પણ તેના વિરુદ્ધ સુદ્ધાં લડી લઈશું તેવું મહેણું તેમણે શિવસેનાને માર્યું હતું.

આજે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન, તેમના વંશજોનું અપમાન, સ્વાતંત્ર્યવીરનું અપમાન પણ શિવસેના આ મામલે ચૂપકીદી સેવે છે. એમ કહીને તેમણે શિવસેનાને પડકાર કર્યો કે શિવસેનમા હિંમત હોય તો તેમણે ”શિદોરી” માસિક પર પ્રતિબંધ મૂકી બતાવો. અમે વિરોધ કરવા પૂરતો વિરોધ કરીશું નહિં. પણ જનતાના વિરોધના એક પણ નિર્ણય સમાવી નહિ લઈએ એવાં સંકેતો તેમમે આપ્યા હતા.

હવે રડવાના દિવસો નથી હવે જનતા માટે લડવાના દિવસો છે. વિરધો પક્ષની ભૂમિકા તાકાતથી કરીશું. રસ્તા પર ઉતરી આવીશું. રાજ્યમાં ખેડૂતોને અડચણ છે. સરકારમાં બેઠેલાઓ ચિંતા મુક્ત થયા છે. પણ હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મહિલા સામે પ્રચંડ અન્યાય થાય છે. આથી સરકારનાં વિરુદ્ધ ૨૨ ફેબુ્રઆરીના રોજ મહારાષ્ટ્રભરની તહેસીલની કચેરી પર મોરચો કાઢીને લઈ જવાનો વખત આવી ગયો હોવાનું ફડણવીસે જણાવ્યું હતું.

ભાજપમાં સામાન્ય કાર્યકર્તા અધ્યક્ષ બની શકે છે. આ માત્ર ભારતમાં જ શક્ય છે. અહીં વારસાગત નથી. અહીં વારસામાં કોઈને કાંઈપણ મળતું નથી. પણ આપણા પરિવર્તનનું માધ્યમ છે. અને સાચા કાર્યકર્તાની આપણી તાકત છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ્દ કર્યા બાદ ભારતનો ત્રિરંગો લહેરાવતો આરણે જોયો. આપણે ભાગ્યશાળી કાર્યકર્તા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અથાક પ્રયાસના પગલે પ્રભુ શ્રી રામચંદ્રના ભવ્ય મંદિર નિર્ણા તતું નિહાળવા માટે આપણે ભાગ્યશાળી બનીશું.

પ્રભુ શ્રી રામચંદ્રના અયોધ્યા થઈને દર્શન જરૂર કરો. કદાચ દર્શનથી શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના વિચારોનું તમને સ્મરણ થશે, એમ ફડણવીસે જણાવ્યું હતું. નાગરિકતા આપનારો કાયદો હોવા છતાં તેની ધમાલ મચાવવામાં આવે છે. એક મોટું ષડયંત્ર તેના પાછળ છે. સત્તા મેળવવા માટે તડફડતા કેટલાક પક્ષ દેશમાં ટેન્શન વધારવાનો પ્રયત્ન કરે છે. મોટા મોટા નેતા બુદ્ધિ ભેદ કરી રહ્યા છે. એમ ફડણવીસે જણાવ્યું હતું. અમે સર્વ ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંડોકરના તૈયાર કરાયેલા બંધારણને માનીએ છીએ. બીજા બંધારણને કોઈ તૈયાર કરી શકતા નથી. હવે ઘણા બધા દિવસ સાંભળી લીધું અને સંભળાવવાના દિવસો છે. આપણી સાથે વિશ્વાસઘાત થયો છે. પણ હવે રડવાનું નથી હવે લડી બતાવવાનું છે. આપણે બધા છત્રપતિ શિવાજી મહારાજના છીએ. ૨૨ કિલ્લા મોગલોને આપ્યા બાદ ૪૪ કિલ્લા પાછા શિવાજીએ ખેંચી લીધા હતા એવી તાકત આપણી છે.

READ ALSO

Related posts

14 એપ્રિલ પછી પણ રહેશે Lockdown? WHOના નામ પર Viral થઈ રહેલા આ મેસેજનું શું છે સત્ય?

Arohi

6 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાનો આંક 128, કુલ 21 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

Pravin Makwana

જમ્મૂ કાશ્મીર : સેનાએ ઠાર કર્યા વધુ પાંચ આતંકી, 24 કલાકમાં નવનો ખાત્મો, ત્રણ જવાન પણ શહીદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!