GSTV
Gandhinagar Trending ગુજરાત

આનંદના સમાચાર/ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આ તારીખથી 1200 બેડની હોસ્પિટલ થઈ જશે શરૂ, આ કારણોસર 3 દિવસ થયું મોડું

ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ટેકનિકલ ખામી સહિત અન્ય સુવિધાઓના અભાવને કારણે બારસો બેડની હોસ્પિટલ હવે મહાત્મા મંદિરમાં શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આગામી 15 મે સુધીમાં મહાત્મા મંદિરમાં બારસો બેડની હોસ્પિટલ શરૂ થાય તેવી શક્યતા છે. ડીઆરડીઓના અધિકારીઓએ મહાત્મા મંદિરમાં સ્થળનું નિરીક્ષણ કરી હોસ્પિટલ ઉભું કરવાની કામગીરી પૂરઝડપે શરૂ કરી છે. પહેલાં આ હોસ્પિટલ 12 મેના રોજ શરૂ થનારી હતી પરંતુ સ્થળ બદલાતા હવે 3 દિવસ મોડી એટલે કે 15 મેના રોજ શરૂ થશે.

હાલ મહાત્મા મંદિરના હોલમાં વેન્ટિલેશન, આઇસીયુ તેમજ ઓક્સિજન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે ત્યાર બાદ બાકીના બીજા બધા બેડ સામાન્ય બનાવવામાં આવશે. જો કે જવાબદાર અધિકારીઓ હાલ આ મુદ્દે કંઇ બોલવા તૈયાર નથી. પરંતુ હાલ પૂરતી મહાત્મા મંદિર ખાતે તમામ લોકોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે.

અમિત શાહે જાહેરાત કર્યા બાદ ડીઆરડીઓના અધિકારીઓએ હેલિપેડની મુલાકાત લીધી હતી

મહત્વનું છે કે અગાઉ અમિત શાહે જાહેરાત કર્યા બાદ ડીઆરડીઓના અધિકારીઓએ હેલિપેડની મુલાકાત લીધી હતી અને સ્થળની સમીક્ષા કરી હતી. પરંતુ હેલિપેડ ખાતે ટેકનિકલ, વેન્ટિલેશન અને સેન્ટ્રલ એસી સહિતની સુવિધાઓ મુદ્દે ગંભીર પ્રશ્નો સામે આવતા ડીઆરડીઓના અધિકારીઓએ કામ પડતું મુકી સરકાર પાસે અન્ય સ્થળની માંગણી કરી હતી. જે બાદ સરકારે હેલિપેડના બદલે મહાત્મા મંદિરમાં હોસ્પિટલ શરૂ કરવા જણાવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર

Kaushal Pancholi

મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ

Hina Vaja

સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત

pratikshah
GSTV