GSTV
Gujarat Government Advertisement

મહાત્મા ગાંધીજીનો આ છે હેલ્થરિપોર્ટ, વજન અને બ્લડપ્રેશર જાણશો તો ચોંકશો

‘આગામી વિશ્વ માની નહીં શકે કે એક મુઠ્ઠીભર હાડકા અને સુકલકડી કાયા ધરાવતો માનવી આ હદે ન ભૂતો ન ભવિષ્ય મહામાનવ બનીને પૃથ્વી પર વિરાટ પ્રદાન આપીને જીવી ગયો.’ મહાત્મા ગાંધીને વર્ણવવા માટેનું આ વાક્ય અમર થઇ ચૂક્યું છે. અત્યાર સુધી ગાંધીજીના સિધ્ધાંતો, મૂલ્યો અને અહિંસા સાથે આઝાદીના સંગ્રામ વિશે વિશ્વ રેકોર્ડ સમાન થોકબંધ સાહિત્ય સર્જાયું છે પણ તેમના સ્વાસ્થ્ય અંગે ભાગ્યે જ વધારે જાહેર થયું છે. 

આહારમાં ચુસ્ત નિયમોનું પાલન કરતા હતા

મહાત્મા ગાંધી અત્યાર સુધી તેમના આહાર-વિહારના ચુસ્ત નિયમોને લીધે આ હદે માનસિક અને શારીરિક શ્રમનું ઉદાહરણ બની શક્યા હતા તેમ માનવ જગત માનતું આવ્યું છે. પણ તેમના તબીબી રીપોર્ટ અને રેકોર્ડ જોયા બાદ હવે એમ કહી શકાય કે તેમના સિધ્ધાંતો અને ધ્યેયને કોઇપણ ભોગે પાર પાડવા માટેનું તેમનું મનોબળ જ તેમની અખૂટ ઉર્જાનું રહસ્ય હતું. બાકી તેમના તબીબી રીપોર્ટ જોઇએ તો તે વખતે તેમને ‘ડોકટરોએ લાંબો સમય આરામ કરો અને  ખોરાકની માત્રા સાથે  વજન વધારો’  તેવી જ સલાહ આપી હતી.

કેટલું હતું વજન ?

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે તે નિમિત્તે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા  સૌપ્રથમ વખત ગાંધીજીના તબીબી રીપોર્ટની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૯૩૯ના રેકોર્ડ પ્રમાણે ગાંધીજીનું વજન માત્ર ૪૬.૭ કિલો અને ઊંચાઇ ૫ ફૂટ ૫ ઈંચ હતી. તેમનો બોડી માસ ઈન્ડેક્સ – ૧૭.૧ હતો જે તેમને કુપોષણના વર્ગમાં મૂકી શકાય તેવો હતો.

એક કરતાં વધારે બીમારી હતી

ગાંધીજીને એક કરતા વધુ બીમારી હતી અને તેમની કુપોષણ જેવી કૃશ સ્થિતિ હોઇ રોગ પ્રતિકારક શક્તિ ચિંતાજનક રીતે ઓછી હતી, જેમને કારણે તેમને ૧૯૨૫, ૧૯૩૬ અને ૧૯૪૪માં એમ ત્રણ વખત મેલેરિયા થયો હતો. તેઓ આહાર-વિહારના પ્રયોગ કરતા હતા અને લાંબા અરસાના ઉપવાસોની હારમાળાને લીધે તેમના આરોગ્યને બહુ સહન કરવું પડયું હતું. ઘણી વખત તેઓ મૃત્યુના મુખ નજીક સરકી જવા જેવી હાલતમાંથી ઉગર્યા હતા. ૧૯૩૭થી ૧૯૪૦ દરમ્યાનના તેમના ઈસીજી – કાડયોગ્રામના રેકોર્ડ પણ ઉપલબ્ધ છે જેનો અભ્યાસ કરતા જોવા મળ્યું છે કે તેમનું હૃદય સામાન્ય રીતે કાર્યરત હતું પણ અમુક સમયાંતરે તેમના કાડયોગ્રામમાં લયબદ્ધતા જોવા નહતી મળતી, જેને તબીબી પરિભાષામાં ‘સ્લાઇટ માયોકાડટિસ’ કહેવાય જે તેમની  વય જોતા ચિંતાજનક નહોતી મનાતી.

કેટલું હતું બ્લડ પ્રેશર ?

જોકે, તબીબોના મતે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે છેક ૧૯૨૭થી તેમને હાઇ બ્લડ પ્રેશરની બીમારી હતી. ૧૯ ફેબુ્રઆરી, ૧૯૪૦ના રોજ તેમનું બ્લડ પ્રેશર માપતા તે ૨૨૦/૧૧૦ આવ્યું હતું. આવી સ્થિતિમાં વ્યક્તિને ત્વરીત જ હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હોય છે. ગાંધીજી આટલા વર્ષોથી બ્લડ પ્રેશર છતાં કઇ રીતે અસાધારણ શારીરિક શ્રમ, તનાવને નજીક ફરકવા દીધા સિવાય મનની આ હદે સ્વસ્થ અને શાંત ચિત્ત કેળવી શકતા હતા તે તબીબી કોયડો જ કહી શકાય.

ગાંધીજી બકરીનું દૂધ જ પીતા

ગાંધીજીએ ૧૯૪૦માં તેમના ડો. સુશીલ નાયર કે જે આગળ જતા આઝાદ ભારતના પ્રથમ આરોગ્ય મંત્રી બન્યા હતા તેમને પત્રમાં લખ્યું હતું કે, ‘મારું બ્લડ પ્રેશર સતત ઊંચું જ રહે છે તેથી હું સર્પગંધાના ત્રણ ટીપા લઉં છું.’આવા ચિંતાજનક સ્વાસ્થ્ય છતાં ગાંધીજી રોજ ૧૮ કિલોમીટર ચાલી શકતા હતા. ૧૯૧૩થી ૧૯૪૮ દરમ્યાન તેઓ કુલ ૭૯૦૦૦ કિલોમીટર જેટલું ચાલ્યા હતા જે પૃથ્વીની બે વખત પ્રદક્ષિણા કરવા જેટલું થાય.ગાંધીજી બકરીનું દૂધ જ પીતા હતા. તેઓ એલોપેથી દવા કે એલોપેથી ડોકટરોથી અંતર રાખતા હતા. કુદરતી ઉપચાર, આયુર્વેદના પ્રયોગ તેમના દેહ પર જ કરતા અને પાણી અને માટીનું જ સ્નાન કરતા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt

G-7 બેઠક/ ચીનને રેલો આવ્યો : ધમકી આપી કે હવે તમારો સમય પૂરો, ફફડી ગયું

Vishvesh Dave

કોકડું ગૂંચવાયું / કોંગ્રેસ માટે પંજાબમાં દળી દળીને ઢાંકણીમાં, કેપ્ટન અને સિદ્ધુની લડાઈમાં કોંગ્રેસ રાજ્ય ખોશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!