GSTV
Gujarat Government Advertisement

તમે માનશો નહીં / લાકડાની ચમચી, કાંટા અને વાટકાની 1.2 કરોડમાં થઈ હરાજી, આ હતું કારણ

ચમચી

Last Updated on December 31, 2020 by Bansari

ગાંધીજી વાપરતા એ એ લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકા (તાંસળી-બાઉલ)ની બ્રિટનના બ્રિસ્ટોલમાં દસમી જાન્યુઆરીએ હરાજી થશે. હરાજી માટે લઘુતમ કિંમત ૫૫ હજાર પાઉન્ડ નક્કી કરવામાં આવી છે. આ કિંમતે પણ કોઈ ભારતીય ખરીદે તો મૂળ કિંમત, કમિશન, ડયુટી, જીએસટી વગેરે ઉમેરીને કિંમત ૧.૨ કરોડ સુધી પહોંચે. જોકે આ લઘુતમ ભાવ છે.

ચમચી

ગાંધીજી વાપરતા હતા એવી અનેક ચીજોની ઊંચી કિંમતે હરાજી

હરાજી નિષ્ણાતોના મતે ૫૫ હજારને બદલે બોલી ૮૦ હજાર પાઉન્ડે પહોંચે તો તેની વેચાણ કિંમત ભારતીય રૂપિયામાં છેવટે ૨ કરોડ જેવી થાય. એથીય કિંમત વધારે થાય તો અંતે સામાન્ય લેખાતા વાટકા-ચમચીનો ભાવ આસમાની આવી શકે. ગાંધીજી વાપરતા હતા એવી અનેક ચીજો ભારત સાચવી શક્યુ નથી. પરદેશમાં પહોંચી ગઈ છે અને ત્યાં ઊંચી કિંમતે તેની હરાજી થાય છે. સાદગીપૂર્ણ જીવન જીવતા ગાંધીજીની ચીજોના અતિ મોંઘા મૂલ પેદા થાય છે.

ચમચી

આ ચમચી-વાટકાનો દુર્લભ સેટ સુમતિ મોરારજીના સંગ્રહમાં હતો

આ ચમચી-વાટકાનો દુર્લભ સેટ ગાંધીજીના અનુયાયી સુમતિ મોરારજીના સંગ્રહમાં હતો. સુમતિદેવી ભારતીય વહાણવટા ઉદ્યોગમાં અગ્રણી મહિલા હતા અને ૧૯૯૮માં તેમનું નિધન થયુ હતુ. ગાંધીજી સાથે તેઓ આઝાદીની ચળવળમાં જોડાયેલા હતા. હરાજી કરનારી કંપની ઈસ્ટ બ્રિસ્ટોલ ઓક્શનરના કેટલોક પ્રમાણેે આ ચીજો ગાંધીજી પુનાના આગાખાન પેલેસમાં નજરકેદ હતા એ દરમિયાન અને મુંબઈ રહ્યા હતા એ વખતે વાપરતા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન/ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેન્કયુ પીએમ મોદી લખેલા બેનર લગાવવાનો આદેશ, આમને કોઈ ના પહોંચે

Pritesh Mehta

21 હજાર રૂપિયા સુધી પગાર મેળવનારાઓ માટે મોટો સમાચાર – ખરાબ સમયમાં આશ્રિતોને મળશે પેન્શનની રકમ, જાણો તેના વિશે બધુંજ

Vishvesh Dave

ટિપ્સ / શું ગર્લફ્રેન્ડ સાથેની પહેલી ડેટ પર યુવકને જ બિલ ચુકવવું જોઇઅ? જાણો એક્સપર્ટની ખાસ સલાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!