GSTV

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે રાજઘાટ પર પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલી

Last Updated on January 30, 2020 by Mayur

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી નિમિતે દેશના ટોચના નેતાઓએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ, સેનાધ્યક્ષ એમ. એમ. નરવણે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, તેમજ અન્ય નેતાઓ અને સાંસદોએ બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.

આ પ્રસંગે પ્રાર્થનાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું. તેમજ બાપુને પ્રિય એવા ભજનો પણ રજૂ કરવામાં આવ્યા. વડાપ્રધાન મોદીએ બાપુને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને કોટી-કોટી નમન. પૂજ્ય બાપુના વ્યક્તિત્વ. વિચાર અને આદર્શ આપણને સશક્ત. સક્ષમ અને સમૃદ્ધ ન્યૂ ઇન્ડિયાના નિર્માણ માટે પ્રેરિત કરતા રહેશે.

READ ALSO

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!