GSTV
India News Trending

રાજકીય ગરમાવો / મહાત્મા ગાંધી જ આપણા રાષ્ટ્રપિતા હતા અને રહેશે, લોકોએ કહ્યું ચાપલૂસીની હદ વટાવી

મોહન ભાગવતની ઇમામ સાથેની મુલાકાતે રાજકીય ગરમાવો લાવી દીધો છે તો સોશિયલ મીડિયા પર લોકો આકરા કટાક્ષ કરી રહ્યા છે લોકો ત્યા સુધી કહી રહ્યા છે કે મહાત્મા ગાંધી જ આપણા રાષ્ટ્રપિતા હતા અને છે…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ડૉ. ઉમર અહેમદ ઇલિયાસીએ રાષ્ટ્રપિતા ગણાવ્યા તેની સામે લોકો સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવી રહ્યા છે તો કેટલાક મજાક પણ કરી રહ્યા છે. ઈલિયાસીને પૂછાયેલું કે, ભાગવતે થોડા સમય પહેલાં ‘ભારતના હિંદુ-મુસ્લિમનાં ડીએનએ એક છે’ એવું નિવેદન આપ્યું હતું એ વિશે શું કહેશો ? ઈમામે કહ્યું કે, ભાગવતે સાચું કહેલું કેમ કે કે તેઓ રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રઋષિ છે.

લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે કે, રાષ્ટ્રપિતા કોને કહેવાય તેની પણ ઈલિયાસીને ખબર છે ખરી? સંઘનું એવું શું યોગદાન છે કે, તેમને રાષ્ટ્રપિતા ગણાવી શકાય? કેટલાંકે લખ્યું છે કે, ડો. ઈલિયાસીએ ચાપલૂસીની બધી હદ વટાવી દીધી જેને અત્યાર સુધી કોમવાદી કહેતા હતા તેમને બાપ બનાવી દીધા. કેટલાકે કટાક્ષ કર્યો છે કે, આઝાદીનાં 75 વર્ષ સુધી તો મહાત્મા ગાંધી જ આપણા રાષ્ટ્રપિતા હતા પણ હવે નવી રાજકીય વિચારધારાનો પ્રભાવ વધ્યો એટલે દેશના બાપ પણ બદલી દેવાના?

READ ALSO

Related posts

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

Hemal Vegda

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

Damini Patel

પીએમ મોદી અયોધ્યામાં ‘લતા મંગેશકર ચોક’નું કરશે ઉદ્ઘાટન, મુખ્ય ચોક પર 14 ટન અને 40 ફૂટની વીણાની પ્રતિમા કરાઈ છે સ્થાપિત

pratikshah
GSTV