GSTV
Gujarat Government Advertisement

‘મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવુ અપમાનજનક’ પ્રદર્શનકારીઓ પર ભડક્યા ટ્રમ્પ

ગાંધી

Last Updated on June 10, 2020 by Bansari

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિરોધ દરમિયાન વોશિંગ્ટનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને વિકૃત કરવા પર નિરાશા વ્યક્ત કરી છે.પોલીસ કસ્ટડીમાં આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન મહાત્મા ગાંધીની પ્રતિમા પર સ્પ્રે છાંટવામાં આવ્યો હતો અને નુકસાન પહોંચાડમાં આવ્યું હતું.

ભારતીય દૂતાવાસની સામેના માર્ગ પર ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જેને 2 અને 3 જૂનના દરમિયાનમાં તોડફોડ કરવામાં આવી હતી. ભારતીય એમ્બસીએ કાયદો લાગૂ કરનારી સ્થાનિક એજન્સીઓ સમક્ષ તેની ફરિયાદ નોંધાવી છે.

ભારતીય એમ્બેસીએ તાત્કાલિક તપાસ માટે ઉઠાવ્યો મામલો

ઘટના વિશે પૂછાતાં ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, આ અપમાનજનક છે. ભારતીય એમ્બસીએ મામલાની તાત્કાલિક તપાસ માટે તેને વિદેશ મંત્રાલયની સમક્ષ ઉઠાવ્યો છે. સાથેસાથે મેટ્રો પોલિટન પોલીસ અને નેશનલ પાર્ક સર્વિસને પણ તેની જાણકારી આપી છે.

ભારતીય એમ્બસી, અમેરિકન વિદેશ મંત્રાલય, મેટ્રોપોલિટન પોલીસ અને નેશનલ પાર્ક સર્વિસની સાથે મળી પ્રતિમાને ઠીક કરવાના કામમાં લાગ્યા છે. ગત સપ્તાહે બે અમેરિકન સાંસદો અને ટ્રમ્પના પ્રચાર અભિયાને પ્રતિમાને વિકૃત કરવાની ઘટનાની નિંદા કરી હતી.

મહાત્મા ગાંધીની પ્રતિમાને વિકૃત જોવી અપમાનજનક

ચુટણી પ્રચાર માટે ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર અને ટ્રમ્પ વિક્ટરી ફાઇનાન્સ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કિંમબર્લે ગુઇલ્ફોઇલે ટ્વિટ કર્યું કે, ખૂબ નિરાશાજનક. બીજી તરફ ઉત્તર કૈરોલાઇનાથી સાંસદ ટૉમ ટિલિસે કહ્યું કે, મહાત્મા ગાંધીની પ્રતિમાને વિકૃત જોવી ખૂબ અપમાનજનક છે.

ટિલિસે કહ્યું કે, મહાત્મા ગાંધી શાંતિપૂર્ણ પ્રદર્શનોના પ્રણેતા છે અને તેમને દર્શાવ્યું કે તે કેટલું પરિવર્તન લાવી શકે છે. બળવો, લૂંટ અને તોડફોડ આપણને એક જૂથ ન કરી શકે.ભારત માટે અમેરિકન રાજદૂત કેન જસ્ટરે ઘટના માટે માફી માંગી છે. તેઓએ ગત સપ્તાહે ટ્વિટ કર્યું હતું કે, વૉશિન્ગટન ડીસીમાં ગાંધીની પ્રતિમાને વિકૃત કરવાથી દુઃખી છું. કૃપા કરી અમારી માફી સ્વીકાર કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કોરોના/ સાબરમતી નદીને પ્રદુષિત કરતી ભાજપની ગુનાહિત બેદરકારી, 250 કરોડ ગયા પાણીમાં છતાં સાબરમતીનું ન થયું શુદ્ધિકરણ

Harshad Patel

મેડિકલ આસિસ્ટન્ટ માટેની 5 હજાર જગ્યાઓ પર પડી ભરતી, જાણો ક્યાં અને કેવી રીતે કરી શકશો એપ્લાય

Dhruv Brahmbhatt

ફ્રી ગિફ્ટના લોભમાં બેઠા બેઠા બની જશો ફ્રોડનો શિકાર! એસબીઆઈની આ ચેતવણીને હળવાશથી ન લેતાં

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!