GSTV

માત્ર 6 મિનિટમાં આટલા કરોડમાં નીલામ થઈ ગયા ગાંધીજીના ચશ્માં, અંદાજ કરતા 20 ગણી વધારે લાગી બોલી

Last Updated on August 23, 2020 by pratik shah

બ્રિટેનમાં એક લોટરબોક્સમાં લાવારિસ પડેલ મળેલ રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીના ચશ્માની નીલામી થઈ ગઈ છે. છેલ્લા મહીને એક ઓક્શન હાઉસના સ્ટાફને ચશ્માં કંપનીના લેટરબોક્સમાં લિફાફામાં પડેલા મળ્યા હતા. ત્યારબાદ શુક્રવારે તેની નીલામી કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે, ગાંધીજીના આ ચશ્મા માત્ર 6 મિનિટની બોલી બાદ જ વેંચાઈ ગયા હતા. તે પણ અનુમાનિત બોલીથી 20 ગણા વધારે ભાવ પર…

ચશ્માને પોતાના નામ પર કરી લીધા

ઈસ્ટ બ્રિસ્ટલ ઓક્શન્સ કંપનીના પ્રમુખ અને નીલામીકર્તા એંડ્ર્યૂ સ્ટોવે ચશ્મા માટે 15 હજાર પાઉન્ડ સુધીની બોલી લગાડવાનું અનુમાન જતાવ્યુ હતુ. જોકે, 6 મિનિટની અંદર જ આ ચશ્માની નીલામી થઈ ગઈ હતી. તે પણ 2 લાખ 60 હજાર બ્રિટિશ પાઉન્ડ્સ (લગભગ 2.5 કરોડ રૂપિયામાં). એંડ્ર્યૂના મત પ્રમાણે, આ તેમની કંપનીની નીલામીનો રેકોર્ડ છે. મહાત્માં ગાંધીએ આ ચશ્માને કોણે ખરીદ્યા, તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે, કહેવામાં આવ્યુ છે કે, એક અમેરિકી કલેક્ટરે ફોન થકી બોલી લગાવી આ ચશ્માને પોતાના નામ પર કરી લીધા છે.

પૈસાને પોતાની દીકરીની સાથે શેર કરશે

જણાવવામાં આવ્યુ છે કે, આ ચશ્માના માલિક મેંગોટ્સફીલ્ડના રહેવાસી એક વૃદ્ધ છે. જે નીલામીથી મળેલા પૈસાને પોતાની દીકરીની સાથે શેર કરશે. જણાવવામાં આવી રહ્યુ છે કે, તેમના પરિવારની પાસે આ ચશ્માં છેલ્લી કેટલીક પેઢીઓથી છે. વર્ષ 1920માં પરિવારને આ ચશ્માં પોતાના એક સંબંધી થકી મળ્યા હતા. જે દક્ષિણ આફ્રીકામાં ગાંધીજીને મળ્યા હતા.

બાપુને દક્ષિણ આફ્રિકામાં મળ્યા હતા ચશ્મા

નીલામીકર્તા એંડ્રયૂ સ્ટોવના પ્રમાણે, આ ચશ્માં તેમની કંપનીના એક કર્મચારીને લેટરબોક્સમાં લિફાફામાં મળ્યા હતા. શુક્રવારથી લઈને સોમવાર સુધી આ લિફાફો લેટરબોક્સમાં જ પડ્યો રહ્યો હતો. જોકે, જ્યારે સ્ટોવને આ ચશ્મા મળ્યા તો તેમને તેની તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યુ હતુ કે, ગોળ બનાવટવાળા આ ગોલ્ડ પ્લેટેડ ચશ્મા ગાંધીજીના ચશ્મા પહેરવાની શરૂઆતી સમયના છે. જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં હતા. કારણ કે, તેનો પાવર ખૂબ ઓછો હતો. સ્ટેવો તેને પોતાના જીવનની સૌથી મુખ્ય શોધ માની છે.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!