GSTV
Home » News » મહાત્મા ગાંધીની આજે પુણ્યતિથી, હત્યા બાદ ગોડસેએ બાપુના જ દિકરા સમક્ષ કર્યા હતા આ મોટા ખુલાસા

મહાત્મા ગાંધીની આજે પુણ્યતિથી, હત્યા બાદ ગોડસેએ બાપુના જ દિકરા સમક્ષ કર્યા હતા આ મોટા ખુલાસા

આજનાં દિવસે પુરો દેશ ગાંધી બાપુને યાદ કરે છે. વર્ષમાં 1948માં આજનાં દિવસે ગોળી મારીને મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. બાપુની હત્યા નાથુરામ ગોડ્સે એ કરી હતી. 30 જાન્યુઆરી 1948નાં રોજ દિલ્હીમાં સાંજનાં સમયે બાપુ બિરલા ભવનમાં પ્રાર્થના સભામાંથી આવી રહ્યા હતાં.ત્યારે નાથુરામે બાપુ સાથે ઉભેલી મહિલાને હટાવીને પોતાની સેમી ઓટોમેટીક પિસ્તોલમાંથી ધડાધડ ત્રણ ગોળી બાપુની છાતીમાં ધરબી દિધી. આ ઘટના પછી તરત જ નાથુરામ ગોડસેની ધરપકડ કરવામાં આવી. તે પછી શિમલાની કોર્ટમાં નાથુરામ વિરુદ્ધ કેસ ચાલ્યો. 8 નવેમ્બર,1949નાં રોજ નાથુરામને ફાંસીની સજા ફટકારવામાં આવી. તે પછી 15 નવેમ્બર,1949નાં રોજ નાથુરામને ફાંસી આપવામાં આવી. મહાત્મા ગાંધીની હત્યા બાદ તેમના પુત્ર દેવદાસ ગાંધી નાથુરામને મળવા ગયા હતાં. આ ઘટનાનો ઉલ્લેખ નાથુરામ ગોડસેનાં ભાઈએ પોતાનાં પુસ્તક “મૈંને ગાંધી વધ ક્યોં કિયા”માં કર્યો છે. દેવદાસ ગાંધી એવું માનતા હતા કે તેમને કોઈ બિભત્સ ચહેરા વાળો,ગાંધીનાં લોહીનો ભુખ્યો નજર આવશે. પરંતુ નાથુરામ ગોડ્સે સહજ અને સૌમ્ય સ્વભાવનાં હતાં. દેવદાસ ગાંધીએ જેવું વિચાર્યુ હતું તેનાથી ઉલટ વ્યક્તિત્વ.

ગોડ્સે એ ગાંધીની હત્યા કેમ કરી?

પાકિસ્તાનને ભારત તરફથી આર્થિક મદદ આપવાનાં ગાંધીનાં નિર્ણયનો ગોડ્સે વિરોધ કરી રહ્યા હતાં. જો કે પાકિસ્તાનને મદદ આપવા માટે બાપુએ ઉપવાસ કર્યા હતાં. ગોડસેનું માનવું હતું કે સરકારની મુસ્લિમ તુષ્ટિકરણની નિતીનું કારણ મહાત્મા ગાંધી છે. વિભાજન સમયે થયેલા કોમી રમખાણોમાં જેટલા હિન્દુઓ મૃત્યુ પામ્યા તેનાં જવાબદાર મહાત્મા ગાંધી છે. ગોડ્સેએ દિલ્હી સ્થિત બિરલા ભવનમાં ગાંધી બાપુની હત્યા કરી હતી. 30 જાન્યુઆરીએ સાંજે નાથુરામ ગોડ્સે બાપુને પગે લાગવાનાં બહાને નીચે ઝુક્યા અને પોતાની બૈરેટા પિસ્તોલ વડે બાપુની હત્યા કરી નાંખી.

નાથુરામ ગોડ્સે એ બાપુનાં દિકરાને કહી આ વાત!

મહાત્મા ગાંધીનાં પુત્ર દેવદાસ ગાંધી જ્યારે નાથુરામ ગોડ્સેને મળવા જેલ પહોંચ્યાં. ત્યારે ગોડ્સે એ કહ્યું કે મને તમારા પિતાની હત્યાનું ઘણું દુખ છે. નાથુરામ ગોડ્સે એ કહ્યું કે, હું નાથુરામ વિનાયક ગોડ્સે, આજે તમે તમારા પિતા ગુમાવ્યા છે. મારા લીધે તમને દુખ થયું છે. તમને અને તમારા પરિવારને જે દુખ પહોંચ્યું છે તેના માટે હું જવાબદાર છું. મહેરબાની કરીને તમે મારો વિશ્વાસ કરો. કોઈ અંગત કારણોસર મેં તમારા પિતાની હત્યા કરી નથી. મને તમારા પિતા સાથે કોઈ રાગ-દ્વેષ નથી.

નાથુરામ ગોડ્સેનું બયાન

8 નવેમ્બર,1948નાં દિવસે નાથુરામ ગોડ્સે એ કોર્ટ સમક્ષ હાજર રહીને 90 પેજનો જવાબ આપ્યો હતો. જેમાં નાથુરામે જણાંવ્યું કે, મેં ગાંધીજી અને વીર સાવરકરનાં લેખન અને વિચારોનો ઉંડો અભ્યાસ કર્યો. પાછલા 30 વર્ષમાં ભારતીય જનમાનસને સમજવાનું અને તેનાં કામને જોવાની પ્રેરણા મને આ મહાનુભાવોનાં વિચારોમાં જોવા મળી. આ બધા વિચારોએ મારા વિશ્વાસને પાકો કર્યો. એક રાષ્ટ્રભક્ત અને વિશ્વનાગરીક તરીકે મારી પહેલી ફરજ હિન્દુઓ અને હિન્દુત્વની સેવા કરવાનું છે. 32 વર્ષથી ચાલતા મુસ્લિમ તુષ્ટીકરણને કારણે અંતે કંટાળીને મેં ગાંધી અસ્તિત્વને ખતમ કરવાનો નિર્ણય કર્યો.

ગોડ્સેનાં પ્રથમ આદર્શ મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધીનાં પહેલા આદર્શ મહાત્મા ગાંધી હતાં. આ વાત સાંભળીને તમે પરેશાન થશો, પરંતુ આ હકિકત છે. મહાત્મા ગાંધીનાં સત્યાગ્રહ આંદોલનને કારણે ગોડ્સેને પ્રથમ વખત જેલમાં જવું પડયું. પરંતુ ઇ.સ. 1937માં ગોડ્સે વીર સાવરકરને મળ્યા. અને તેને પોતાનાં ગુરૂ માની લીધા. દેશનાં ભાગલા થયા પછી ગોડ્સેનાં મનમાં ગાંધી પ્રત્યેની નફરત વધતી ગઈ.

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!