GSTV

મહાશિવરાત્રી પર ઘર પર જ બનાવો ભોળાનાથનો પ્રસાદ ‘ઠંડાઈ’

આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ હોવાથી ચારે તરફ ભક્તો શિવજીના ભક્તિનો માહોલ છવાયેલો રહ્યો છે અને મંદિરોમાં પણ ભોળાનાથના પ્રસાદ માટે ભક્તોની લાઈન લાગી ગઈ છે. તેવામા જો તમે ઘર પર જ ભોળાનાથનો પ્રસાદ બનાવવા માગો છો તો, આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ ‘ઠંડાઈ’ બનાવવાની રીત. આ ચાલો શિવજીની ભક્તિમાં લીન થવા બનાવીએ આ ખાસ વાનગી.

જરૂરી સામગ્રી

  • 1 લિટર- ફુલ ક્રીમ દૂધ
  • 20- બદામ
  • 20- કાજુ
  • 20- પિસ્તા
  • 1 ચમચી- તરબૂચ બીજ
  • 1 ચમચી- ખસખસના બીજ
  • 1/4 કપ- ખાંડ
  • એલચી પાવડર- 2 ચમચી
  • ગુલાબની પાંખડીઓ- 2 ચમચી (સૂકાયેલી)
  • 1 સ્ટિક- તજ
  • 10 નંગ- પેપર કોર્ન
  • 5 પાંદડી- કેસર

બનાવવાની રીત

  • એક બાઉલમાં બદામ પલાળીને રાખી દો, બીજી તરફ એક અલગ પેનમાં કાજૂ, પિસ્તા, તરબુચના બી અને ખસખસના બી પણ પલાળીને રાખી દો. આ બધી સામગ્રીને 1 કલાક સુધી પલાળો.
  • 1કલાક બાદ બદામની છાલ કાઢી નાખો, બધા જ ડ્રાય ફ્રૂટ્સને ભેગા કરો અને તેને સારી રીતે મિક્સરમાં પીસી લો. જેની એક નરમ પેસ્ટ તૈયાર કરી લો.
  • હવે એલચી પાવડર અને સૂકી ગુલાબની પાંખડીઓને સારી રીતે પીસીને તૈયાર કરી લો.
  • સાથે-સાથે એક વાસણમાં દૂધ નાખીને તેને ઉકાળવા માટે રાખી દો, તેમાં ખાંડ અને કેસર નાખાવાનું ભૂલતા નહી.
  • દૂધની થોડી-થોડી વારે હલાવતા રહો, જ્યારે દૂધ સારી રીતે તૈયાર થઈ જાય એટલે તેમાં ગુલાબનો પાઉડર નાખો અને ટેમ્પરેચર નોર્મલ થાય ત્યાં સુધી તેને ફ્રિજમાં ઠંડુ થાય ત્યાં સુધી રાખી દો.
  • હવે તમારી ઠંડાઈ બનીને તૈયાર છે. જેને શિવરાત્રીના પવિત્ર તહેવાર પર ઘરે આવતા મેહમાનોને પ્રસાદ તરીકે જરૂર પીવડાવો.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!