GSTV

BIG BREAKING: મહારાષ્ટ્રમાં વધુ સાત લોકો નવા વેરીએન્ટથી થયા પોઝિટીવ, તંત્રમાં મચ્યો હડકંપ: દેશમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 12 પર

કોરોના

Last Updated on December 5, 2021 by pratik shah

દેશમાં ઘાતક કોરોના વાયરસના નવા વેરીએન્ટનો દેશમાં પગ પેસારો થયો છે. ત્યારે આ વચ્ચે મહારાષ્ટ્રમાં ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં વધુ 7 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચ્યો છે. રવિવારે નવા કેસો સામે આવતા હડકંપ મચ્યો છે. જેમાં એકજ પરીવારના 6 લોકો સામેલ છે. જેઓ નાઈજીરીયાતી પરત ફર્યા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર લગભગ ઓસરી જવાના આરે છે. પણ ઓમિક્રોનના વેરિયન્ટનો એક દરદી મળી આવતાં રાજ્યમાં ચિંતા વધી ગઈ છે અને સતર્ક બની ગઈ છે. રાજ્યમાં આજે કોરોના નવા ૭૮૨ કેસ નોંધાયા હતા અને ૧૪ દરદીના મોત થયા હતા.

રાજ્યમાં આજે કોરોનાના ૭૭૦ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને આજ દિને શહેરમાં કોરોનાના ૭૧૨૯ દરદી સારવાર લઈ રહ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં અત્યારે ૭૯૪૬૦ લોકો હોમ ક્વોરન્ટાઈન છે અને ૯૧૪ લોકો સંસ્થાત્મક ક્વોરન્ટાઈન થયા હોવાનું આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.

ઓમિક્રોન

મુંબઈમાં આજે કોરોનાના નવા ૨૧૯ કેસ નોંધાયા છે અને ચાર દરદીના મોત થયા હતા. જ્યારે આજે શહેરમાં ૩૦૩ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા આપી હતી. શહેરમાં અત્યારે કોરોનાના ૧૭૯૭ દરદી સારવાર લઈ રહ્યા હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

  • દિલ્હી- 01 કેસ
  • જામનગર- 01 કેસ
  • પિંપરી-ચિંચવાડ- 07 કેસ
  • મુંબઈ- 01 કેસ
  • બેંગ્લોર- 02 કેસ
  • રાજસ્થાન- 09 કેસ

આ અઠવાડિયાની શરૂઆતમાં કર્ણાટકમાં કોરોના વાયરસના નવા ઓમીક્રોન વેરિએન્ટના બે કેસ પણ નોંધાયા હતા. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ચાર ઓમીક્રોન કેસ નોંધાયા છે. ભારતે છેલ્લા 24 કલાકમાં 8,895 નવા કોવિડ-19 કેસ નોંધયા છે. જ્યારે 2,796 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 3,46,33,255 થઈ ગઈ છે. બીજી તરફ કોરોનાના રોગચાળાને કારણે કુલ મૃત્યુઆંક હવે વધીને 4,73,326 થયો છે.

પુણેને અડીને આવેલા પિંપરી-ચિંચવડમાં સાત સંક્રમિત દર્દીઓ અને એક પુણેમાં મળી આવ્યા છે. આજે દિલ્હીમાં પણ એક ઓમિક્રોન સંક્રમિત દર્દી મળી આવ્યો છે. આ રીતે હવે દેશમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 12 પર પહોંચી છે..

READ ALSO

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!