શિવસેનાના મુખપત્ર સામનામાં ફરીવાર ભાજપ અને બળવાખોર ધારાસભ્યો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા. સામનામાં જણાવવામાં આવ્યુ કે, વડોદરામાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે મુલાકાત થઈ. આ મુલાકાત બાદ બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવામાં આવી. કેન્દ્ર આ પ્રકારની સુરક્ષા આપી ધારાસભ્યોને બંધક બનાવી રહી છે. ભાજપ કેટલાક બળવાખોર ધારાસભ્યોને ઉશકેરી રહી છે.

- શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપ પર આકરા પ્રહાર
- વડોદરામાં ફડણવીસ અને શિંદેની મુલાકાત થઈ: સામના
- ફડણવીસ અને શિંદેની મુલાકાત બાદ બળવાખોરોને સુરક્ષા અપાઈ: સામના
- કેન્દ્રએ બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપી બંધક બનાવ્યા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે અને તેના પર ધારાસભ્યો ખરીદવાનો આરોપ લગાવ્યો છે. શિવસેનાએ સામનામાં લખ્યું, ‘મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપનો સંપૂર્ણ હાથ છે. ભાજપે બળવાખોર ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયામાં ખરીદ્યા. આ પછી કેન્દ્ર સરકારે ધારાસભ્યોને સુરક્ષા આપી. આ સાથે શિવસેનાએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની મુલાકાત થઈ છે.
READ ALSO
- મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો
- મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ
- કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ
- બ્રહ્માસ્ત્ર ફ્લોપ જવાના ડરથી કરણની ઊંઘ હરામ, ટ્વીટર પર બોયકોટનો શરૂ થયો ટ્રેન્ડ
- ચોરીની ઘટના/ ફ્લિપકાર્ટ કંપનીની ડિલિવરી એજન્સીમાં ગન પોઇન્ટ પર 19 લાખની લૂંટ, બાઈક સવારો ફરાર