GSTV
India News ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ યથાવત! એકનાથ શિંદેને બળવાખોર જૂથના નેતા પસંદ કરાયા, શિંદે ગ્રુપનો મોટો ખેલ

મહારાષ્ટ્રમાં શરૂ થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે એકનાથ શિંદેને બળવાખોર જૂથના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ગુવાહાટીમાં મળેલી બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો.  આ બેઠકમાં ભરત ગોગાવાલેને મુખ્ય સચેતક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.  બેઠક બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ડેપ્યુટી સ્પીકરને પત્ર લખવામાં આવ્યા છે.

  • મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ યથાવત
  • એકનાથ શિંદેને બળવાખોર જૂથના નેતા પસંદ કરાયા
  • શિંદેએ ૩૭ ધારાસભ્યોના હસ્તાક્ષર સાથેનો પત્ર રાજ્યપાલને મોકલ્યો

આ પત્રમાં 37 ધારાસભ્યોના હસ્તાક્ષર પણ છે.  તો બીજી તરફ શિવસેનાએ બોલાવેલી બેઠકમાં હાજર ન રહેનાર 12 ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ વર્ષા બંગલોમાં ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેમા ધારાસભ્યો ગેરહાજર રહેતા ઉદ્ધવ ઠાકરે દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શિવસેના ભાજપ સાથે જોડાણ કરશે’

કેટલાક બળવાખોર ધારાસભ્યોએ કહ્યું છે કે શિવસેનાએ નવી સરકાર બનાવવા માટે “કુદરતી સાથી” ભાજપ સાથે ગઠબંધન કરવું જોઈએ. ધારાસભ્યોએ એક અઠવાડિયા માટે ગુવાહાટીમાં હોટલ બુક કરાવી છે, જે દર્શાવે છે કે તેઓ લાંબા સમય સુધી અહીં રહેવા માટે તૈયાર છે.

READ ALSO

Related posts

LPG price hike: ગેસ સિલિન્ડરના વધતા ભાવે લોકોને રડાવ્યા, ફરીથી ચૂલા પર રાંધવા મજબુર

GSTV Web Desk

ભેટ / વારાણસીમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું કર્યુ ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત, નવી શિક્ષા નીતિ દેશને આપશે નવી દિશા

Hardik Hingu

મિશન 2022 / કોંગ્રેસે જીગ્નેશ મેવાણી સહિત 7 કાર્યકારી અધ્યક્ષની કરી વરણી, જાણો લિસ્ટમાં કોનું-કોનું નામ

Zainul Ansari
GSTV