GSTV
India News ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર સંકટ! જાણો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં શું થયું, એકનાથ શિંદેની બગાવત થી લઈ ઉદ્ધવ ઠાકરેના સીએમ આવસ છોડવા સુધીનો ઘટના ક્રમ

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ પાથલ વધી છે, શિવસેના પર સંકટ વધુ ઘેરાયું છે. એકનાથ શિંદેની બગાવત પછી વધુને વધુ ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી રહ્યા છે. ત્યારે આ રાજકીય ઉથલ પાથલ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બુધવારે રાત્રે મુખ્યમંત્રી આવાસ વર્ષા છોડીને પોતાનું પારિવારિક આવાસ માતોશ્રી ચાલ્યા ગયા હતા. પાર્ટીના કાર્યકરોની ભારે ભીડ વચ્ચે ઉદ્ધવ તેમના પુત્ર આદિત્ય અને પરિવારના સભ્યો સાથે માતોશ્રી પહોંચ્યા હતા.’

જાણો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં શું થયું

1. શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્યો બાગી ટીમમાં સામેલ થવા માટે આજે સવારે આસામના ગુવાહાટી માટે રવાના થયા છે. દીપ કેસકર (સાવંતવાડી ના ધારાસભ્ય), મંગેશ કુડલકર (ચેમ્બૂર) અને સદા સર્વંકર (દાદર)એ મુંબઈથી ગુવાહાટી જવા માટે સવારની ઉડાન ભરી હતી. શિંદે પાસે હવે 36 ધારાસભ્યો (પાર્ટીના 55 ધારાસભ્યોમાંથી) છે. હવે શિંદેને માત્ર વધુ એક જ ધારાસભ્યની જરૂર છે. 5 અપક્ષ ધારાસભ્યો પણ શિંદેની સાથે છે.

2.શિવસેના નેતા એકનાથ શિંદેના બળવા વચ્ચે ટોચનું પદ છોડવાની રજૂઆત બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બુધવારે રાત્રે દક્ષિમ મુંબઈના પોતાના સત્તાવાર આવાસથી ઉપનગરીય બાંદ્રા સ્થિત પારિવારિક આવાસ માતોશ્રી ચાલ્યા ગયા હતા. બંગલો છોડતા પહેલા રાજકીય સંકટ અંગે પોતાનું મૌન તોડતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું હતું કે, જો બળવાખોર ધારાસભ્યો જાહેર કરે છે કે તેઓ તેમને મુખ્યમંત્રી તરીકે જોવા નથી માંગતા તો તેઓ પદ છોડવા માટે તૈયાર છે.

શિવસેના

3. તમને જણાવી દઈએ કે, બુધવારે ઠાકરેની કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ કરી છે. તેમણે 18 મિનિટ લાંબા વેબકાસ્ટમાં બાળવાખોર નેતાઓ અને સામાન્ય શિવ સૈનિકોને ભાવુક અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, જો શિવ સૈનિકોને લાગે છે કે, હું પાર્ટીનું નેતૃત્વ કરવામાં સક્ષમ નથી તો હું શિવસેનાનું અધ્યક્ષ પર છોડવા માટે પણ તૈયાર છું.

ઉદ્ધવ

4. ઠાકરેએ જણાવ્યું કે, સુરત અને અન્ય સ્થળોએથી નિવેદન શા માટે આપી રહ્યા છો? મારી સામે આવીને મને કહો કે, હું મુખ્યમંત્રી અને શિવસેનાનું અધ્યક્ષ પદ સંભાળવા માટે સક્ષમ નથી. તો હું તાત્કાલિક રાજીનામું આપી દઈશ.

5. મહારાષ્ટ્રથી આવેલા શિવસેનાના બાગી ધારાસભ્યોના એક સમૂહને જે લક્ઝરી હોટલમાં રાખવામાં આવ્યા છે તે હોટલની બહાર  સુરક્ષા કર્મી તૈનાત છે. આ સાથે રેડિસન બ્લુ હોટેલ કિલ્લામાં પરિવર્તિત થઈ ગઈ છે.

6. શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ બુધવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સત્તારુઢ મહા વિકાસ અઘાડી એક અપ્રાકૃતિક ગઠબંધન છે અને તેમની પાર્ટી માટે આવશ્યક છે કે. પોતાની અને પાર્ટી કાર્યકર્તાઓના હિતમાં NCP અને કોંગ્રેસ સાથેના આ ગઠબંધનથી બહાર નીકળે. 

7. ગુવાહાટીમાં ધામા નાખી શિવસેનાના બાગી એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે, તેમને પોતાની પાર્ટીના 33 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. 

8. શિંદે ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 2019ની મહારાષ્ટ્ર ચૂંટણી બાદ બીજેપી સાથે સબંધ તોડવાના શિવસેનાના નેતૃત્વના નિર્ણયનો પાર્ટી કાર્યકર્તા અને મતદારો પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. મહારાષ્ટ્રની 288 સદસ્યોની વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેનાના 55 ધારાસભ્યો છે.

ગુવાહાટીમાં ધારાસભ્યો કોણ છે?

ગુવાહાટીની હોટલમાં એકનાથ શિંદે સાથે હાજર રહેલા ધારાસભ્યો

 1. મહેન્દ્ર હોરી
 2. ભરત ગોગાવાલે
 3. મહેન્દ્ર દળવી
 4. અનિલ બાબર
 5. મહેશ શિંદે
 6. શાહજી પાટીલ
 7. શંભુરાજે દેસાઈ
 8. ધનરાજ ચૌગુલે
 9. રમેશ બોરનારે
 10. તાનાજી સાવંત
 11. સંદીપન બુમરે
 12. અબ્દુલ સત્તાર
 13. પ્રકાશ સુર્વે
 14. બાલાજી કલ્યાણકર
 15. સંજય સિરસાટ
 16. પ્રદીપ જયસ્વાલ
 17. સંજય રાયમુલકર
 18. સંજય ગાયવાડ
 19. એકનાથ શિડે
 20. વિશ્વનાથ ભોઈર
 21. શાંતારામ મોરે
 22. શ્રીનિવાસ વાંગા
 23. પ્રકાશ આબિટકર
 24. ચિમનરાવ પાટીલ
 25. સુહાસ કાંડે
 26. કિશોરપ્પા પાટીલ
 27. પ્રતાપ સરનાઈક
 28. યામિની જાધવ
 29. લતા સોનવણે
 30. બાલાજી કિન્નીકર
 31. ગુલાબરાવ પાટીલ
 32. યોગેશ કદમ
 33. સદા સર્વંકર
 34. દીપક કેસરકર
 35. મંગેશ કુડાલકર

શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે સાથે કોણ છે જે હજુ સુધી ગુવાહાટી પહોંચ્યા નથી

 1. દાદા સ્ટ્રો
 2. સંજય બાંગર
 3. સંજય રાઠોડ

અપક્ષ ધારાસભ્ય જે ગુવાહાટીમાં છે

 1. રાજકુમાર પટેલ
 2. બચ્ચુ કડુ
 3. નરેન્દ્ર ભોંડેકર
 4. રાજેન્દ્ર પાટીલ યાદાવકર
 5. ચંદ્રકાંત પાટીલ
 6. મંજુલા ગર્વ
 7. આશિષ જયસ્વાલ

માતોશ્રી ખાતે તેમનું ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શિવસૈનિકો તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમણે માતોશ્રીની બહાર ઉતરીને કાર્યકરોનું અભિવાદન કર્યું હતું.

:ઠાકરે પરિવારથી નારાઝ એકનાથ શિંદે અને તેમના બળવાખો તમામ ધારાસભ્યોને મોડી રાત્રે સ્પાઇસ ઝેટની સ્પેશિયલ ફ્લાઈટથી ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા.જે દરમ્યાન સુરત એરપોર્ટ પર પણ ભારે તડાફડી જોવા મળી હતી.ડુમસ સ્થિત હોટેલ ખાતેથી તમામને લક્ઝરી બસ મારફત સુરત એરપોર્ટ ચુસ્ત પોલીસ બંદોબસ વચ્ચે લવાયા હતા.જ્યાંથી તેઓને એરપોર્ટ મારફતે ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા.આ તમામ ધારાસભ્યો અને એકનાથ શિંદે ને એરપોર્ટ સુધી લઈ આવવામાં સુરત ભાજપના નેતાઓ જાતે હાજર રહ્યા હતા.એકનાથ શિંદે સહિતના ધારાસભ્યો મીડિયા સમક્ષ કોઈ નિવેદન નહિ કરે તે માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા.જે દરમ્યાન મીડિયા અને પોલીસ વચ્ચે રીતસર ઘર્ષણ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.આ દરમ્યાન એકનાથ શિંદેએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી.જો કે પોલીસ દ્વારા તેમને મીડિયાથી દુર રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો.સુરત એરપોર્ટ પર ઉતરેલા ધારાસભ્યો નારા લગાવતા પણ જોવા મળ્યા હતા.ધારાસભ્યોએ “,અમે એકનાથ શિંદે ની સાથે છે”એરપોર્ટ નારા લગાવ્યા હતા.એકનાથ શિંદેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,અમે શિવસેનાના યુવા સૈનિક છે.અમે શિવસેના વિરુદ્ધ કોઈ ખોટી ભૂમિકા ભજવી નથી.અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ.

બાળાસાહેબે અમને હિંદુત્વ શીખવ્યું છે..બાળાસાહેબના વિચારો અને ધર્મવીર આનંદ દિઘે સાહેબના ઉપદેશો અંગે અમે ક્યારેય સત્તા માટે છેતરપિંડી કરી નથી અને ક્યારેય કરીશું નહીં.મિલિંદ નાર્વેકર જોડે યોગ્ય ચર્ચા થઈ છે.શિવસેનાના ધારાસભ્યોએ બાલાસાહેબની વિચારધારાને સ્વીકાર કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટથી એકનાથ શિંદે સહિત કુલ 35 ધારાસભ્યોને સ્પાઇસ જેટ મી ફ્લાઇટ મારફતે ગુવાહાટી લઈ જવામાં આવ્યા, જેની તમામ વ્યવસ્થા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ તરફથી કરવામાં આવી હોવાની ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે.જો કે આ એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યો શિવસેનાથી છેડો ફાડી ભાજપમાં જોડાય છે કે કેમ તે જોવાનું રહે છે. વધુ ધારાસભ્યો બીજા દિવસે પહોંચતા સંખ્યા બળ 42 પર પહોંચ્યું.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનપદેથી ઉદ્ધવ ઠાકરે હવે કોઈપણ ક્ષણે રાજીનામું ધરી શકે છે. તેમણે સોશિયલ મીડિયા પર બળવાખોરોને કરેલી અપીલ એકનાથ શિંદેએ ફગાવી દીધા બાદ હવે ઉદ્ધવ પાસે રાજીનામાં સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. તેમણે પોતે હોદ્દો છોડી રહ્યાના સ્પષ્ટ સંકેત રુપે આજે રાજ્યના સીએમ તરીકેનું સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પણ ખાલી કરી દીધો હતો. 

ઉદ્ધવે સોશિયલ મીડિયા પર પ્રવચનમાં પોતે બળવાખોરો રુબરુ આવીને કહે તો રાજીનામું આપવા  તૈયાર છે તેમ જણાવ્યું હતું. જોકે, તેમની ભાવનાત્મક અપીલની બળવાખોરો પર કોઈ અસર થઈ ન હતી. શિંદેએ કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીનો અંત આવે તે સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.  આ ઉપરાંત સરકારના સાથી પક્ષો એનસીપી તથા કોંગ્રેસે પણ આ મામલો શિવસેનાનો આંતરિક મામલો છે તેમ કહી હાથ ખંખેરી લેતાં અને વિપક્ષમાં બેસવાની તૈયારી દેખાડતાં ઉદ્ધવને સરકાર બચાવવામાં તેમનો સાથ મળ્યો નથી. 

છેલ્લી સ્થિતિ પ્રમાણે આજે વધુ ચાર ધારાસભ્યો પણ ગુવાહાટી પહોંચ્યા હતા. આથી શિંદેની છાવણીમાં ૪૦થી વધુ ધારાસભ્યો પહોંચી ચૂક્યા છે. બીજી તરફ ઉદ્ધવ પાસે શિવસેનાના ૧૨થી વધુ ધારાસભ્યો રહ્યા નથી. આજે મંત્રી મંડળની બેઠકમાં શિવસેનાના ૧૨માંથી આદિત્ય અને અનિલ પરબ તથા ઉદ્ધવ પોતે એમ ત્રણ જ મંત્રી હાજર હતા. 

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ પૂરી દુનિયા બદમાશ હો ગઈ’

Hardik Hingu

મહારાષ્ટ્ર / શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતાનું વિવાદાસ્પાદ નિવેદન, 40 લોકો માત્ર જીવતી લાશો

Hardik Hingu

મહારાષ્ટ્રમાં રાજકીય સાથે કાયદાકીય લડાઈ / બળવાખોરોએ ડેપ્યુટી સ્પીકરને હટાવવાની નોટિસ આપી

Hardik Hingu
GSTV