કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાતના એક દિવસ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યના લોકોને રાહત આપી છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલ પર 2 રૂપિયા 8 પૈસા અને ડીઝલ પર 44 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તિજોરી પર આ નિર્ણયને કારણે વાર્ષિક અઢી હજાર કરોડનો બોજ પડશે.

કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ દેશમાં પેટ્રોલ સાડા 9 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. હવે મહારાષ્ટ્ર સરકારે પણ દર ઘટાડવાની જાહેરાત કરી છે, જેના કારણે મહારાષ્ટ્રમાં ભાવ વધુ નીચે આવશે.
મહારાષ્ટ્રમાં હવે નવા ભાવ શું હશે?
મહારાષ્ટ્રમાં હવે નવા ભાવ શું હશે?
મહારાષ્ટ્ર સરકારના વેટ ઘટાડવાના નિર્ણયના અમલ પછી મુંબઈમાં પેટ્રોલ 109 રૂપિયા 27 પૈસા પ્રતિ લિટરે મળશે. સરકારે પેટ્રોલમાં પ્રતિ લીટર 2 રૂપિયા અને 8 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સરકારે ડીઝલ પર 1 રૂપિયા 44 પૈસા ઘટાડવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે ડીઝલ 95 રૂપિયા 84 પૈસા પ્રતિ લિટર મળશે.