GSTV

દેશના આ રાજ્યમાં કાળમુખા કોરોનાનો પંજો વકર્યો, નવા 6159 કેસો આવ્યા સામે: 65 દર્દીઓનાં નિપજ્યા કરૂણ મોત

MBBS

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ફરીવાર વધવાની શરૃઆત થઈ છે. દિનપ્રતિદિન ઘટાડો થવાની જગ્યાએ હવે કોરોનાપિડિતોની સંખ્યામાં દરરોજ થોડો વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૬૧૫૯ કેસ નોંધાયા છે જ્યારે ૪૮૪૪ વ્યક્તિએ કોરોનાને માત આપી હતી. આજે ૬૫ દરદીઓ કોરોનાથી જીવનની બાજી હાર્યા હતા.

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ફરીવાર વધવાની શરૃઆત થઈ

દિનપ્રતિદિન ઘટાડો થવાની જગ્યાએ હવે કોરોનાપિડિતોની સંખ્યામાં દરરોજ થોડો વધારો

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭૯૫૯૫૯ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી ૧૬૬૩૭૨૩ વ્યક્તિ કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૪૬૭૪૮ વ્યક્તિએ પ્રાણ ગુમાવ્યા છે. જ્યારે હાલ રાજ્યમાં ૮૪૪૬૪ એક્ટીવ કેસ છે. મહારાષ્ટ્રમાં દરદી સાજા થવાનો દર ૯૨.૬૪ ટકા થયો છે. જ્યારે મૃત્યુદર ૨.૬૦ ટકા થયો છે. હાલ રાજ્યનો પોઝિટિવીટી રેટ ૧૭.૧૭ ટકા છે.

અત્યાર સુધીમાં ૧૭૯૫૯૫૯ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત

આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૪૪ કોરોનાના કેસ નોંધાયા હતા જ્યારે ૧૭ના મૃત્યુ થયા હતા. અત્યાર સુધીમાં મુંબઈમાં ૨૭૮૫૯૭ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા છે જેમાંથી ૨૫૩૩૪૧ સાજા થયા છે. જ્યારે ૧૦૭૨૫એ પ્રાણ ગુમાવ્યા છે, હાલ મુંબઈમાં ૧૩૭૩૪ એક્ટીવ કેસ છે. થાણેમાં અત્યાર સુધીમાં ૨૩૭૧૮૦ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી ૨૧૬૩૪૯ કોરોનાની જંગ જીત્યા છે જ્યારે ૫૪૩૯ના મૃત્યુ નિપજ્યા છે હાલ થાણેમાં ૧૫૩૪૪ એક્ટીવ કેસ છે.

પુણેમાં અત્યાર સુધીમાં ૩૪૮૮૧૪ વ્યક્તિ કોરોનાગ્રસ્ત

પુણેમાં અત્યાર સુધીમાં ૩૪૮૮૧૪ વ્યક્તિ કોરોનાગ્રસ્ત બન્યા છે જેમાંથી ૩૨૩૦૭૫ સાજા થયા છે જ્યારે ૭૩૦૪ મૃત્યુ પામ્યા છે હાલ પુણેમાં ૧૮૪૦૨ એક્ટીવ કેસ છે જે મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે.

READ ALSO

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

BIG NEWS/ અમેરિકા માટે ઐતિહાસિક દિવસ, આજથી ટ્રમ્પ યુગનો અસ્ત, બાઈડન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ

Pravin Makwana

પ્રજાસત્તાક દિન પહેલાં જ વધુ એક ઘૂસણખોરી નિષ્ફળ, અખનૂર સેક્ટરમાં 3 આતંકીઓ ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!