GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ચૂંટણી પડઘમ : મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ગુજરાતની ચાર બેઠકો પર આ તારીખે ચૂંટણી

first phase of Lok Sabha

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 21 ઓક્ટોબરના રોજ બંન્ને રાજ્યોમાં ચૂંટણી યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે. આ સાથે જ બંન્ને રાજ્યોમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતની સાતમાંથી 4 બેઠકો પર 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે.

ગુજરાત

કેન્દ્રિય ચૂંટણી પંચે આજરોજ ગુજરાત સહિત ઝારખંડ અને હરિયાણાની ચૂંટણી તારીખોની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતની ચાર વિધાનસભા બેઠકોની ચૂંટણી 21 ઓક્ટોબરે મતદાન યોજવામાં આવશે. ગત્ત વખતે લોકસભાની થયેલી ચૂંટણી બાદ ગુજરાતના ધારાસભ્યો સંસદસભ્ય બનતા તેમની જગ્યા ખાલી પડી છે. તો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા જેવા ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા છે. જેમાં સાતમાંથી 4 ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર

મુખ્ય ઈલેક્શન કમિશન સુનીલ અરોડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હરિયાણા-મહારાષ્ટ્રમાં 2 નવેમ્બર, 9 નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. એવામાં આ પહેલા આ રાજ્યોમાં ચૂંટણીની પ્રક્રિયા પુરી થશે. મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદાર છે. 1.28 લાખ CU અને 1.39 લાખ વીવીપેટ મશીન છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર ચૂંટણી થવાની છે જ્યાં 8.94 કરોડ મતદારો છે. આ માટે 1.18 લાખ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

હરિયાણા

હરિયાણામાં 1.03 લાખ બેલે યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. હરિયાણામાં 90 બેઠકો છે જ્યાં 1.28 કરોડ મતદારો છે. આ માટે હરિયાણામાં 1.13 લાખ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

28 લાખ રૂપિયાનો જ ખર્ચ કરી શકશે ઉમેદવાર

ઈલેક્શન કમિશન સુનીલ અરોડાએ કહ્યું દરેક ઉમેદવાર ચૂંટણીમાં ખર્ચની વધુમાં વધુ લિમિટ 28 લાખ રૂપિયા રહેશે. આ નિયમ બન્ને રાજ્યોમાં લાગુ રહેશે.

Read Also

Related posts

કોરોનાકાળઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 6.28 લાખને પાર, 3.80 લાખ દર્દી થયા સ્વસ્થ

Mansi Patel

વિકાસ દૂબેની માતાનું નિવેદન: પોલીસ જો પકડી પાડે તો, જાનથી મારી નાખજો

Pravin Makwana

સહેલાણીઓ માટે ખુલી ગયું છે Goa, પ્લાનિંગ કરતાં પહેલાં જાણી લો આ નિયમ નહીંતર મજા બની જશે સજા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!