GSTV
Home » News » ઉદ્ધવ ઠાકરે નિભાવ્યું બાલા સાહેબને આપેલું વચન : મહારાષ્ટ્રનો સીએમ તો હવે શિવસેનાનો બનશે

ઉદ્ધવ ઠાકરે નિભાવ્યું બાલા સાહેબને આપેલું વચન : મહારાષ્ટ્રનો સીએમ તો હવે શિવસેનાનો બનશે

17 નવેમ્બરે શિવસેનાના સ્થાપક બાલા સાહેબની પૂણ્યતિથિ છે ત્યારે 17 નવેમ્બરે શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર રચવાની જાહેરાત કરશે. લાંબી કવાયત બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર રચવાને લઈ સમજૂતી થઈ ગઈ છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલશે. શિવસેનાના નેતૃત્વ હેઠળ સરકાર બનશે. મુખ્ય પ્રધાન તો શિવસેનાનો જ હશે. એનસીપીએ અઢી વર્ષ માટે જીદ કરી હતી. હવે એનસીપીએ પણ આ બાબતને સ્વીકારી લીધી છે અને તે ડેપ્યૂટી સીએમ પદ મેળવી શિવસેનાનું સન્માન જાળવશે. ઉદ્ધવ ઠાકરેએ પિતા બાલાસાહેબને વચન આપ્યું હતું કે એક દિવસ મહારાષ્ટ્રનો સીએમ શિવસૈનિક હશે. જે વચન નિભાવવા માટે જ ભાજપ સાથે શિવસેનાએ 30 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાખ્યું છે.

આખરે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વમાં એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધનવાળી સરકાર બને તે માટે સહમતી બની છે. ત્યારે એનસીપીના નેતા નવાબ મલિકે આ અંગે પ્રતિક્રિયા આપીને કહ્યું કે તેમને શિવસેનાના મુખ્યપ્રધાન બને તેમાં કોઈ વાંધો નથી. 5 વર્ષ નહીં 25 વર્ષ સુધી શિવસેનાનો સીએમ રહેશે. તેમણે એમ કહ્યું કે અમે તમામને સાથે લઈને ચાલીશું અને મહારાષ્ટ્રના હિતમાં કામ કરીશું.

ડેપ્યુટી સ્પીકરનું પદ શિવસેના પાસે રહેશે

સૂત્રોની જાણકારી મુજબ આ સમજૂતી મુજબ શિવસેનાને પૂર્ણ કાર્યકાળ માટે મુખ્યપ્રધાન પદ મળશે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન એનસીપી અને કોંગ્રેસ વચ્ચે અઢી-અઢી વર્ષ માટે રહેશે અને 14-14-12ની ફોર્મ્યુલા પર પ્રધાનો બની શકે છે. શિવસેના અને એનસીપીના 14-14 અને કોંગ્રેસને 12 પ્રધાન પદ મળી શકે છે. તો વિધાનસભાના સ્પીકર કોંગ્રેસના હશે. તો ડેપ્યુટી સ્પીકરનું પદ શિવસેના પાસે રહેશે. જોકે આ સમજૂતીમાં હિંદુત્વનો મુદ્દો શામિલ કરાયો નથી.

ત્રણેય પક્ષો વચ્ચે સતત બેઠકો સાથે વાતચીત ચાલી રહી છે. કોમન મિનિમમ પ્રોગ્રામને લઈ સહમતિ બની ગઈ છે. સમજૂતીમાં શિવસેનાએ વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી છે. તો કોંગ્રેસ-એનસીપી મુસ્લિમો માટે 5 ટકા અનામત આપવાની માગ કરી રહી છે. જોકે આ વાત પર વાત અટકી છે.

માતોશ્રીમાં રણનીતિ ઘડાતી હતી જે હવે ફાઈવ સ્ટાર હોટલોમાં થવા માંડી

આ અઠવાડિયામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ શકે છે. મહારાષ્ટ્રમાં શિવસેનાએ સત્તા માટે ભાજપ સાથે છેડો ફાડીને એનસીપી અને કોંગ્રેસનો સાથ લીધો છે. ત્યારે ભાજપે શિવસેના પર નિશાન સાધીને કહ્યું કે શિવસેનાએ સત્તા માટે ગઠબંધનું નાટક કર્યું છે. મુંબઈ ભાજપ પ્રમુખ આશિષ શેલરે એવી પણ ટીપ્પણી કરી કે પહેલા માતોશ્રીમાં રણનીતિ ઘડાતી હતી જે હવે ફાઈવ સ્ટાર હોટલોમાં થવા માંડી છે.

ફડણવીસનું સપનું રોળાયું

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બનશે તો પણ આ ત્રણેય પાર્ટી 6 મહિના સુધી સાથે સરકાર ચલાવી શકશે નહીં.. રાજ્યમાં ભાજપ સરકાર સિવાય કોઈપણ બીજો વિકલ્પ નથી. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થતાની સાથે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ કોમન મિનીમમ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. ભાજપનુ કહેવુ છે કે, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યુ છે. શિવસેના-કોંગ્રેસ અને એનસીપી રાજ્યમાં સરકાર બનાવે તો તેમને ભાજપ શુભકામના પાઠવશે.. 

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!